ગત વર્ષે 26 લાખ જ્યારે એપ્રિલ 2025 થી સપ્ટેમ્બર સુધી 9 લાખ 44 હજારનું ખાદીનું થયું વેચાણ
2થી 20 ઓકટો.સુધી વિશેષ વળતર સાથે ખાદી ભંડાર ખાતે યુવાનોને પસંદ પડે તેવી અવનવી ડિઝાઇન ઉપલબ્ધ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
ગાંધીજયંતીના દિવસે ખાદી ભંડાર ખાતે ખાસ લોકો ખાદીની ખરીદી કરવા માટે ઉમટી પડતા હોય છે.ત્યારે વેરાવળ ખાતે પણ ગઈકાલે ખાદી ભંડાર ખાતે આગેવાનો થી લઈને યુવાનો અને સામાન્ય લોકો ખાદી એટલે કે આપડા સ્વદેશી કાપડની ખરીદી કરવા પહોંચ્યા હતા.ખાસ કરીને આ વર્ષે અવનવા કલર અને પેટર્ન સાથે વિવિધ વસ્તુઓ ઉપલબ્ધ થવાથી વેચાણમાં વધારો થઈ શકે છે.
ખાદી ભંડારના મેનેજર પ્રવિણભાઇ પટણી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આ વર્ષે ખાદીના શર્ટ, લેંઘા, જબ્બા, બેડશીટ, સાદરા, રૂમાલ, ચાદર, આસાનપટ્ટા સહિતની વસ્તુઓ ખાસ યુવાનોને આકર્ષે તેવા અવનવા કલર સાથે ઉપલબ્ધ થયા છે.આજે 2 ઓક્ટોબર એટલે કે ગાંધીજયંતી થી 20 ઓક્ટોબર 2025 સુધી ખરીદી પર વળતર રહેશે.ગુજરાતની ખાદી પર 30 ટકા અને પરપ્રાંતની ખાદી પર પર 20 ટકા ગાંધીજયંતિનું વળતર રહેશે. આ ઉપરાંત વર્ષ 2024 – 25 ગાંધીજયંતીથી માર્ચ 2025 સુધી 18 લાખ 75 હજારનું ખાદીનું વેચાણ થયેલ છે.જ્યારે વર્ષ 2024 – 25 માં ખાદી વેચાણ 26 લાખ 17 હજાર અને ગ્રામોદ્યોગનું વેચાણ 60 લાખ જેટલું થયું છે.એકંદરે 86 લાખનુંવેચાણ થયેલ છે.જ્યારે એપ્રિલ 2025 થી સપ્ટેમ્બર 2025 સુધી 9 લાખ 44 હજારનું ખાદીનું વેચાણ થયેલ છે.નોંધનીય છે કે, ગાંધીજયંતીના દિવસે વહેલી ખાદીની ખરીદી કરવા માટે સવારથી લાંબી કતારો લાગી હતી જે મોડી સાંજ સુધી જોવા મળી હતી.