લાઈટ – સાઉન્ડ – કેમેરા – એક્શન – દુષ્કર્મ અને ધરપકડ
સ્ટુડિયો, ફ્લેટ, મકાનમાં બનાવી હવસનો શિકાર : યુનિવર્સીટી પોલીસે કરી ધરપકડ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં રહેતી 15 વર્ષ 10 માસ ઉમરવાળી તરૂણીને ફિલ્મમાં હિરોઈન બનાવવાની લાલચ આપી રાજકોટના ફિલ્મ પ્રોડયુસર કમ ડાયરેક્ટર અને એકટર જયેશ હંસરાજભાઈ ઠાકોર નામના શખ્સે તેના પાટીદાર ચોક સ્થિત સ્ટુડિયો, મકાન અને ફ્લેટે લઇ જઈ દોઢ વર્ષ સુધી શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચરતા ચકચાર મચી જવા પામી છે આ અંગે યુનિવર્સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો, દુષ્કર્મ સહિતનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે તરૂણી બહારગામ અભ્યાસ કરતી અને રજા પર રાજકોટ આવે ત્યારે પણ આરોપી ઓફિસે બોલાવી શરીર સંબંધ બાંધતો હતો. ત્રણેક મહિના પહેલા આરોપીની ઓફિસે ફિલ્મમાં કરેલા રોલના પૈસા લેવા જતાં ફરીથી બળજબરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જેનો તેણે વિરોધ કરી બુમાબુમ કરવાની ધમકી આપતાં જવા દીધી હતી.
રાજકોટના યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં તરુણીએ જયેશ ઠાકોર સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે મારા પિતાનું દોઢેક માસ પૂર્વે અવસાન થયું છે અમે બે બહેન એક ભાઈ છીએ જેમાં હું મોટી છું બે વર્ષ પહેલાં તેણે ગુજરાતી ફિલ્મમાં કલાકાર બનવા માટે ઓર્ડિશનની જાહેરાત જોઈ જયેશનો સંપર્ક કર્યો હતો અને તેણી માતા સાથે મળવા આરોપીની સાધુ વાસવાણી રોડ પરના પાટીદાર ચોકમાં પ્રાઈડ કલાસીસ કોમ્પલેક્ષમાં આવેલી ઓફિસમાં ગઈ હતી. જયાં બાદશાહ નામના ડાન્સ કલાસીસ ચાલુ હતા. ઓફિસમાં આરોપી સાથે મુલાકાત થતાં સાથે મુલાકાત થતાં કહ્યું કે થોડા દિવસ પછી ઓડિશન માટે બોલાવીશ. આ પછી તેની માતાનો મોબાઈલ નંબર લીધો હતો. જેના પર કોલ કરી ઓડિશન માટે બોલાવતાં માતા સાથે ગઈ હતી ઓડિશન બાદ આરોપીએ કહ્યું કેતમારે થોડા ડાયલોગની પ્રેકટીસની જરૂર છે, જેથી તમારે કલાસીસમાં પ્રેકટીસ કરવા આવવું પડશે, દોઢ મહિના પછી મારા મુવીનું શુટીંગ છે. જો તમને એકટીંગ સરખી આવડી જશે તો મુવીમાં હિરોઈનનો રોલ આપીશ આ વાતચીત બાદ પ્રેકટીસ માટે જતી હતી ભોગ બનનાર તરૂણી કલાસીસમાં પ્રેકટીસમાં જતી હતી. તે વખતે આરોપી કહેતો કે હિરોઈનના રોલ માટે મારી સાથે શરીર સ્પર્શ જેવા સીન લેવાના હોય છે. જેથી હું કહું તેમ મારી નજીક રહી આંખ સાથે આંખ મીલાવી રોલ કરવાનો રહેશે. આ રીતે તેના શરીર સાથે સ્પર્શ કરતો હતો એક દિવસ આરોપીએ તેને બાથમાં ભીડી કિસ પણ કરી હતી. જેથી તેણે પ્રેકટીસમાં જવાની ના પાડતાં આરોપીએ તેની માતાને કોલ કરી કહ્યું કે હમણાં મુવીનું શુટીંગ કરવાનું છે, એટલે તમારી દીકરીને પ્રેકટીસમાં મોકલો. જેથી માતાના કહેવાથી ફરીથી પ્રેકટીસમાં જવા લાગી હતી આરોપીએ એક મુવી બનાવી તેને રોલ આપ્યો હતો. શુટીંગ દરમિયાન બીજી યુવતી પણ આવતી હતી. ફિલ્મનું શુટીંગ રાજકોટમાં દોઢ મહિના ચાલ્યું હતું. શુટીંગ પુરૂ થઈ ગયા બાદ આરોપી તેને ઈવેન્ટના બહાને ઓફિસે બોલાવી, હિરોઈન બનાવવાની લાલચ આપી, અવાર-નવાર શરીર સંબંધ બાંધતો હતો અંતે ફરિયાદ નોંધાવતા પોલીસે ધરપકડ કરી હતી યુનિવર્સીટી પીઆઇ એચ.એન. પટેલે જણાવ્યું કે આરોપી ફિલ્મ પ્રોડયુસર, ડાયરેકટર અને એકટર હોવાની માહિતી મળી છે. આરોપીએ આઠેક ફિલ્મો પણ બનાવી છે. આરોપી પરિણીત છે અને તેના વિરૂધ્ધ 2016માં ગાંધીગ્રામ-2 પોલીસ મથકમાં જ વિશ્વાસઘાત, છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયેલો છે.
મારા પિતાની જમીનના વિવાદમાં કેસ કરવા માટે તેની માતાએ આરોપીને કાગળો દેવા તેની ઓફિસે જવાનું કહેતા ઈન્કાર કર્યો હતો. જેને કારણે તેની માતા ખિજાયા હતા. તેની માતા અને આરોપી વચ્ચે ભાઈ-બહેનનો સંબંધ હતો. આ કારણથી માતાને આરોપીના કૃત્ય વિશે જાણ કરી ન હતી.
ફિલ્મમાં કામ કરવું હોય તો આવું તો કરવું જ પડે
ભોગ બનનાર તરૂણીએ પોલીસને કહ્યુ કે શરીર સંબંધ બાદ હું ભાનમાં આવું ત્યારે આવા કામ નહીં કરવાનું કહેતાં જયેશ કહેતો કે કોઈને વાત કરીશ તો મુવીમાં રોલ નહીં આપું, ફિલ્મમાં હોય તો આવું તો કરવું જ પડે. પરિણામે તેણે કોઈને વાત કરી ન હતી.
1.5 વર્ષ સુધી વસ્તુ ખવડાવી અર્ધબેભાન કરી હવસનો શિકાર બનાવતો
સગીરાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે દોઢ વરસું સુધી કોઈ વસ્તુ ખવડાવી કે પીવડાવી મને અર્ધબેભાન જેવી કરી તેના ફ્લેટ અને ઓફિસમાં હવાનો શિકાર બનાવતો હતો આઠેક માસ પહેલાં કારમાં રેલનગરમાં તેના મકાને લઈ જઈ નાળિયેર પાણી પીવડાવ્યું હતું. જે બાદ બેભાન થઈ જતાં શરીર સંબંધ બાંધ્યો હતો.
વોર્ડ નંબર 3માં કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટણી લડવાની કરતો હતો તૈયારી
આરોપી જયેશ ઠાકોરના ઈન્સ્ટાગ્રામ આઈડીમાં પોતે કોંગ્રેસનો સૌરાષ્ટ્ર પૂર્વનો ઝોન ક્ધવીનર હોવાનું લખ્યું છે આ ઉપરાંત કોળી-ઠાકોર સેનાનો અધ્યક્ષ ઉપરાંત ફિલ્મ એકક્ટર હોવાનું જ હોવાનું પણ લખ્યું છે પોતે કોંગ્રેસ પક્ષમાંથી કોર્પોરેશનની ચૂંટણી લડવા માટે વોર્ડ નંબર 3માં તૈયારી કરતો હતો સર્વ સમાજને સાથે રાખીને કાર્ય કરતી કોળી ઠાકોર સેનાએ તેવું લખેલા જયેશ ઠાકોરના બેનર પણ વોર્ડમાં જોવા મળ્યા હતા.



