108ને લીધે ભાટના વ્યક્તિને નવું જીવન મળ્યું
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ભાટ ગામમાં એક વ્યક્તિને ઝેરી સાપ કરડતાં તાત્કાલિક 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સનો સંપર્ક કરવામાં આવ્યો હતો. 108 ભેસાણ ટીમના ઇએમટી હિતેશ ગઢવી અને પાયલોટ નિકુંજ ગઢવી તુરંત ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
- Advertisement -
ચેક કરતાં માલુમ થયું કે ઝેરી સાપ કરડવાને કારણે દર્દીની તબિયત નાજુક હતી. આવી ગંભીર પરિસ્થિતિમાં ઇએમટી હિતેશ ગઢવીએ તુરંત અમદાવાદ હેડ ઓફિસના ડો. પરમાર સાથે ફોન પર વાતચીત કરીને જરૂરી માર્ગદર્શન મેળવ્યું. ત્યારબાદ, 108 એમ્બ્યુલન્સમાં જ તાત્કાલિક જીવનરક્ષક સારવાર આપીને દર્દીને જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સમયસર સારવાર મળવાને કારણે હાલ તે વ્યક્તિની તબિયત સુધારા પર છે. આ સરાહનીય કામગીરી બદલ 108 ઇમરજન્સી સેવાના આ કર્મચારીઓને જૂનાગઢ જિલ્લાના અધિકારી યુવરાજ સિંહ ઝાલા અને પ્રોગ્રામ મેનેજર આકાશ સાહેબ દ્વારા બિરદાવવામાં આવ્યા હતા. 108ની સતર્કતાને કારણે વધુ એક વ્યક્તિને નવું જીવન મળ્યું.