ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વિજયાદશમી (દશેરા) નિમિત્તે રાવણ દહનનો ભવ્ય કાર્યક્રમ આતશબાજી સાથે યોજાવા જઈ રહ્યો છે, જેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. વિજયાદશમી એ ભગવાન શ્રી રામે રાવણનો વધ કરીને અધર્મ પર ધર્મના વિજયની સ્થાપના કરી હતી તેનો પાવન અવસર છે. આ મહાપર્વ નિમિત્તે કોડીનાર શહેરમાં સૌરાષ્ટ્રનો કલાત્મક અને નમૂનેદાર 45 થી 50 ફૂટ ઊંચો રાવણ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આ દિવસે રાવણ દહનની સાથે સાથે, વિવિધ ફ્લોટ અને જીવંત પાત્રો સાથે ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરશે. સાંજે શિંગોડા નદીના પટાંગણમાં ભવ્ય આતશબાજીના કાર્યક્રમ બાદ રાવણ દહનનું આયોજન કરવામાં આવશે. વિજયાદસમી મહોત્સવ સમિતિ, કોડીનાર તાલુકા સમસ્ત હિન્દુ સમાજ તેમજ ભવાની યુવક મંડળ દ્વારા તાલુકાની તમામ જનતાને આ ભવ્ય શોભાયાત્રા અને રાવણ દહનના કાર્યક્રમને નિહાળવા માટે હાર્દિક અનુરોધ કરવામાં આવ્યો છે.
કોડિનારમાં દશેરા નિમિત્તે 45 ફૂટના રાવણનું પૂતળા દહન આતશબાજી સાથે કરાશે

Follow US
Find US on Social Medias