ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.2
સમગ્ર દેશમાં વિપક્ષનેતા રાહુલ ગાંધી વોટ ચોરી મુદ્દે ચૂંટણી પંચ અને ભાજપ સામે આક્ષેપ કરી રહ્યા છે. ત્યારે જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોષી દ્વારા એક પત્રકાર પરિષનું આયોજન કરાયુ હતુ. જેમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિના નજરલ સેક્રેટરી હેમાંગ વસાવડા ઉપસ્થિત રહ્યા હતા અને વોટ ચોરી મુદ્દે નિવેદન આપ્યુ હતુ.
લોકશાહીને બચાવવા અને જનતાના સંવિધાનિક અધિકારોની રક્ષાની લડાઇમાં ગુજરાતના નાગરિકોને જાગૃત કરીને મારો વોટ મારો અધિકારમાં જોડાવવા આહવાન કર્યુ હતુ. જેમાં જૂનાગઢ શહેરમાં આગામી તા.3થી 10 ઓકટોબર સુધી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વોટ ચોરીના વિરોધમાં નાગરિકો પાસેથી સહી એકત્રીત કરી સહી ઝુંબેશ ચલાવવામાં આવશે. ભાજપ સરકાર પર આક્ષેપ કરતા અલગ-અલગ રીતે વોટ ચોરી કરવામાં આવતી હતી. વિવિધ મત ક્ષેત્રમાં નકલી મતદાતા ખોટો ફોટો અને ફોર્મ છનો દૂર ઉપયોગ થતો જોવા મળ્યો હતો અને આ વોટ ચોરીનો મુદ્દો સમગ્ર દેશ સમક્ષ મુકવામાં આવ્યો છે. ત્યારે તા.3થી વોટ ચોરીના વિરોધમાં સહી ઝુંબેશમાં વધુમાં વધુ લોકોને જોડાવવા આહવાન કરવામાં આવ્યુ છે.
જૂનાગઢમાં તા.3થી 10 ઓકટોબર સુધી કોંગ્રેસ દ્વારા વોટ ચોરીની સહી ઝુંબેશ
