વરસાદી માહોલમાં ગરબે રમતી બહેનો ઉપર ઇનામોનો વરસાદ
બહેનોની કલા નિહાળી મહેમાનો દંગ : સરગમ લેડીઝ કલબને આપ્યા અભિનંદન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સરગમ લેડીઝ કલબ આયોજિત ગોપી રાસોત્સવમાં નવલા નોરતે ડી.એચ.કોલેજના મેદાનમાં જાણે કે સાક્ષાત માતાજી રમવા આવ્યા હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. માતાજીના ગરબામાં મોટી સંખ્યામાં બહેનો લીન થઈને ગરબે રમતી હતી અને તેમને જોનારા મહેમાનો પણ દંગ રહી ગયા હતા.
- Advertisement -
આઠમા નોરતે પણ વરસાદી માહોલ હતો આમ છતાં બહેનોનો ઉત્સાહ નરમ પડ્યો ન હતો અને પૂરી ભક્તિ સાથે માતાજીની આરાધના કરી હતી. આ બહેનોને ગરબે રમતી નિહાળવા માટે મહેમાનો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને બહેનોની કલા જોઇને દંગ રહી ગયા હતા. આ મહાનુભાવોના હસ્તે વિજેતા બહેનોને લાખેણા ઇનામો પણ આપવામાં આવ્યા હતા.
ડી.એચ. કોલેજ ગાઉન્ડ ગોપીરાસ માં રમતા બહેનો ના રાસ નીહાળવા રાજકોટ ના મહાનુભાવો દિનેશભાઇ પાઠક (નાગરીક બેંક – ચેરમેન), ગુણવંતભાઈ ભટ્ટ, જયપાલસિંહ ઝાલા, કિરીટભાઇ આડેસરા, કૌશિકભાઈ વ્યાસ, કનૈયાલાલ ગજેરા, દીપકભાઈ શાહ, ધીરુભાઈ હિરાણી, ભાવિનભાઇ થાનકી, રમેશભાઈ અકબરી, નીતીનભાઇ ગોંડલિયા,. ઉપસ્થિત રહ્યા હતા.
દસમું નોરતું તા.01/10/25 ને બુધવાર નાં ગોપિરાસ માં મુખ્ય મહેમાન તરીકે મહાનુભાવો હાજરી આપશે. રાકેશભાઈ દેસાઈ, અશ્વીનભાઈ મોલીયા, ઉમેશભાઈ શેઠ, મનીષભાઇ પાટડિયા,અરવિંદભાઈ શાહ, દિગ્વિજયસિંહ રાણા, દર્શનભાઈ કારીયા, જગદીશભાઈ અકબરી, નેહલભાઇ શુક્લ, દિનેશભાઈ વીરાણી, ધીરુભાઈ શિંગાળા, અમીનેશભાઈ શાહ, ભુપતસિંહ જાડેજા, પ્રમોદભાઈ ભમ્મર, હિતેષભાઇ કોઠારી, ભાયાભાઇ સાહોલિયા, ડી.કે. વાડોદરિયા, વિરેન્દ્રસિંહ ઝાલા, જીગનેશભાઈ આદ્રોજા, સ્મિતભાઈ ત્રીવેદી, કાળુભાઈ કાનગડ, અશોકભાઈ કાથરાણી, અર્જૂનસિંહ રાણા, ભીખુભાઈ વિરાણી, જ્યોતિબેન ટીલવા, સુધાબેન ભાયા, ડો. બીનાબેન પટેલ, કિરણબેન માંકડિયા, જયશ્રીબેન સેજપાલ, આશાબેન શાહ, રેખાબેન ગોસલિયા, વિજયભાઇ પરમાર, વિપુલભાઈ લુણાગરીયા વિપુલભાઈ ઠેસિયા, વિરાભાઈ હુંબલ, વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
આ રાસોત્સવની સફળતા માટે ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ મૌલેશભાઈ પટેલ, હરેશભાઈ લાખાણી, રાજેન્દ્રભાઈ શેઠ, , જયસુખભાઇ ડાભી, શિવલાલભાઈ રામાણી, ભરતભાઈ સોંલકી, ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, અલકાબેન કામદાર, ગીતાબેન હિરાણી, જ્યશ્રીબેન વ્યાસ, ભાવનાબેન મહેતા, રેખાબેન રાઠોડ, છાયાબેન દવે જહેમત ઉઠાવી રહ્યા છે.