શરણાઈ અને ઢોલની સંગાથે પ્રાચીન-અર્વાચીન ગરબાની રમઝટ; સંપૂર્ણ પારિવારીક માહોલમાં ખેલૈયાઓનો અનોખો આનંદ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
નવરાત્રિના નવલા નોરતાના પર્વ નિમિત્તે આયોજિત ‘અકિલા રઘુવંશી પરિવાર રાસોત્સવ-2025’ માં ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આયોજક કમિટીએ ખેલૈયાઓના અદભુત જોશને ધ્યાનમાં લઈને એક મહત્વનો નિર્ણય લીધો છે, જેમાં ગરબે રમવાનો સમય એક દિવસ માટે વધારવામાં આવ્યો છે. આ નિર્ણયથી ખેલૈયાઓમાં અનોખો આનંદ છવાઈ ગયો છે. રાસોત્સવમાં ખેલૈયાઓ શરણાઈના સુરો અને ઢોલીઓના ઢોલની સંગાથે સંપૂર્ણ પારિવારિક માહોલમાં ગરબે ઘૂમવા માટે તૈયાર છે. આ રાસોત્સવમાં પ્રાચીન અને અર્વાચીન ગરબા અને ગીતોની રમઝટ બોલશે. ખેલૈયાઓના અલગ-અલગ ગ્રુપો ગરબા રમવા માટે ઉત્સુક છે અને આયોજકો દ્વારા તેમને પૂરતો સમય આપવામાં આવ્યો છે.
- Advertisement -
અકિલા રઘુવંશી પરિવાર રાસોત્સવના સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે આયોજક ટીમ સખત જહેમત ઉઠાવી રહી છે. આ ટીમમાં પરેશભાઈ વિઠલાણી, હસુભાઈ ભગદેવ, પ્રતાપભાઈ કોટક, શૈલેષ્ભાઈ પાબારી, ધર્મેશભાઈ વંસત, જતીન દક્ષિણી, કૌશીક માનસતા, પ્રકાશભાઈ સોમૈયા, મેહુલ નથવાણી, શ્યામલ વિઠલાણી, અશ્ર્વિનભાઈ જોબનપુત્રા, આનંદ જોબનપુત્રા, અમિતભાઈ અઢીયા, મોહિતભાઈ નથવાણી, જતીનભાઈ પાબારી, વિપુલભાઈ મણિયાર, રાજુભાઈ બગડાય, વિપુલ કારીયા, રશેષ્ભાઈ કારીયા, ધવલભાઈ પાબારી, અમિતભાઈ દક્ષિણી, ઉમેશભાઈ સેદાણી, લાલભાઈ (શેઠ), કેયુરભાઈ રૂપારેલ, હિતેશભાઈ ગટેચા, રાજુભાઈ થાવરીયા, સંદીપભાઈ લાખાણી, કીરીટભાઈ કેસરીયા, રાકેશભાઈ ચંદારાણા, રાજ વિઠલાણી, પાર્થ કોટક, માનવ કારીયા, ધ્રુવ રાજા, કિશન વિઠલાણી, કેવલ વંશત, કેજશ વિઠલાણી, પાર્થ જોબનપુત્રા, યશ ચોલેરા, ક્રિતી શીંગાળા, રુશીલ ગટેચા, હિરેન કારીયા, હિમાંશુ કારીયા, મહેન્દ્ર વરાજાણી, કાનાભાઈ સોનછાત્રા, હેમાંગ તન્ના, અર્પેશ ભુપતા, જિલ ગણાત્રા, કેવલ તન્ના, હાર્દિક તન્ના, યશ અજાબીયા, ધ્રુમિલ ગોંધીયા, પ્રેમ જોબનપુત્રા, હેમલ વિઠલાણી, ભાવિન તન્ના, ભાવેશ પાવાગઢી, શિતલ બુધ્ધદેવ, મનીશાબેન ભગદેવ, શિલ્પાબેન પુજારા, તારુબેન ચંદારાણા, અને કાશ્મીરાબેન નથવાણી સહિતના સભ્યો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. રાસોત્સવ અંગે વધુ માહિતી માટે મો. 87244 9939 પર સંપર્ક કરવા જણાવાયું છે.