અબતક-સુરભી મિર્ચી રોક એન્ડ ઢોલના ખેલૈયાઓએ વરસાદ વચ્ચે પણ રાસની રમઝટ બોલાવી
આજે મેગા ફાઇનલ રમાશે
- Advertisement -
માધવરાય ક્રિકેટ ગ્રાઉન્ડમાં પારિવારિક માહોલ સાથે ગાયક કલાકારોના સૂરીલા સૂર સાથે ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
નવરાત્રીની પાવન સંધ્યાએ શહેરના અબ તહક સુરભી મિર્ચી રોક એન્ડ ઢોલ રાસોત્સવમાં ઐતિહાસિક મેદાનમાં રાસ ગરબાનો અદભુત મિશ્રણ સર્જાયો હતો. જ્યારે રંગબેરંગી લાઈટિંગ અને સજ્જ સ્ટેજ વાતાવરણને સંપૂર્ણ રીતે ઝગમગ્યું. સ્થળ પર હાજર મહાનુભાવો અને પ્રતિષ્ઠિત મહેમાનો કાર્યક્રમને જોવા આવ્યા અને તેમની હાજરીએ ખેલૈયાઓના ઉત્સાહને નવી ઊંચાઈ આપી હતી. રેસકોર્સ રીંગ રોડ પર જાણે રાત પડે ને દિવસ ઉગે તેવો માહોલ સર્જાઇ રહ્યો છે.
અબતક સુરભી મિર્ચી રોક એન્ડ ઢોલ રાસોત્સવના પારિવારિક માહોલમાં માર્ગી પટેલ, મૃદુલ ઘોષના સુરીલા સૂર સંગાથે ખેલૈયાઓએ વરસાદ વચ્ચે પણ રાસની રમઝટ બોલાવી હતી.
તેમજ અનેક ખેલૈયાઓએ હાથમાં છત્રી લઇને અવનવા સ્ટેપ પર ગરબે રમ્યા હતા. ખેલૈયાઓમાં અનોખો થનગનાટ જોવા મળ્યો હતો. ખેલૈયાઓએ નવા જોશ નવા સ્ટેપ અને બમણી ઉર્જા સાથે સમગ્ર ગ્રાઉન્ડને શક્તિ અને ભક્તિના રંગે રંગી દીધુ હતુ. આ ઉપરાંત સાઉન્ડ સિસ્ટમના સથવારે ખેલૈયાઓ દિલ ખોલીને નવા નવા સ્ટેપ પર ગરબા રમ્યા હતા.
અબતક સુરભી મિર્ચી રોક એન્ડ ઢોલ રાસોત્સવમાં પરંપરા અને આધુનિકતાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. માતાજીના જયઘોષ અને ઢોલના તાલ પર ખેલૈયાઓની ટોળકી મસ્તીમાં ઝૂમી ઉઠી હતી.