વિશ્ર્વંભરી ક્લબ વેલ્વેટ પાર્ટી પ્લોટ ખાતે એક દિવસીય રાસોત્સવ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
દેશળદેવ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટના સંયુક્ત ઉપક્રમે રાવણા રાજપૂત યુથ ગુજરાત તેમજ શ્રી રાષ્ટ્રીય ચામુંડા સેના સંસ્થાન ભારત દ્વારા ગુજરાત- સૌરાષ્ટ્ર-કચ્છના સૌથી લોકપ્રિય તેમજ એકમાત્ર રાજકોટ ખાતે સમાજબંધુઓ માટે એક દિવસીય રાસોત્સવનું દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય અને જાજરમાન આયોજન વિશ્ર્વંભરી અખિલ વિશ્ર્વ તણી જનેતા મા અંબાના સાનિધ્યમાં રાજકોટ ખાતે વિશ્ર્વંભરી ક્લબ સથવારે સીસીટીવી કેમેરાથી સજજ, ધમાકેદાર ઓરકેસ્ટ્રા, ખ્યાતનામ સીંગર, પારિવારીક માહોલ વચ્ચે બહેન-દીકરીઓની સુરક્ષા માટે બાઉન્સર, અલ્ટ્રા સાઉન્ડ સિસ્ટમ સાથે જબરદસ્ત ગ્રાઉન્ડ ફ્લોર વચ્ચે, ઈનામોની વણજાર વચ્ચે રાસોત્સવ તા. 5-10-25 રવિવારના સાંજે 6-00 કલાકે વિશ્ર્વંભરી ક્લબ વેલ્વેટ પાર્ટી પ્લોટ, 150 ફૂટ રીંગ રોડ રિલાયન્સ ટ્રેન્ડ શોરૂમ નજીક, સિનર્જી હોસ્પિટલ આગળ રાજકોટ ખાતે યોજાશે. પાસ માટે રૈયા રોડ કિસાનપરા અંડરબ્રિજ નજીક પટેલ રેસ્ટોરન્ટની બાજુમાં સદ્ગુરુ માર્કેટ ત્રીજા માળે સંપર્ક કરવો. પાસની ફી રૂા. 50 રાખેલ છે.