મીઠાઈ તથા ફરસાણના લેવાયેલા નમૂનાનો રિપોર્ટ અઠવાડિયા બાદ આવશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં દશેરાના તહેવારની ઉજવણી પૂર્વે લોકોને શુદ્ધ અને સ્વાસ્થ્યપ્રદ ખાદ્યસામગ્રી મળી રહે તે હેતુથી આરોગ્ય વિભાગ સક્રિય થઈ ગયું છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેર ભરમાં ફરસાણ તથા મીઠાઈનું વેચાણ કરતા વિક્રેતાઓને ત્યાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. દશેરાના દિવસે ગુજરાતીઓમાં ફાફડા-જલેબી તથા મીઠાઈ ખાવાની પરંપરા હોવાથી દિવસોમાં વેચાણ મોટા પ્રમાણમાં વધી જાય છે, ત્યારે વેપારીઓ દ્વારા ભેળસેળ કે બિન આરોગ્યપ્રદ સામગ્રીનો ઉપયોગ ન થાય તેને લઈને ફૂડ વિભાગે ચેકિંગ હાથ ધર્યું હતું.
ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન તહેવારને અનુલક્ષીને મીઠાઇ તથા ફરસાણના વિક્રેતાઓના એકમોની હાઈજેનિક કન્ડિશન તથા વપરાશમાં લેવાતા રો-મટિરિયલ તપાસવામાં આવી હતી.
- Advertisement -
મીઠાઇ તથા ફરસાણના વિક્રેતાઓ પાસેથી 32 નમૂના લેવામાં આવ્યા
1. મીઠા સાટા (લુઝ): -શ્રી મહેશ વિજય ડેરી ફાર્મ, ડેસ્ટિનેશન પ્લસ, શોપ નં.01, અમીન માર્ગ
2. મધુર મિલન બરફી (લુઝ): -શ્રી મહેશ વિજય ડેરી ફાર્મ, ડેસ્ટિનેશન પ્લસ, શોપ નં.01, અમીન માર્ગ,
3. હેઝલિશ મીઠાઇ (લુઝ): -શ્રી કૃષ્ણ ડેરી ફાર્મ, કૃષ્ણનગર મેઇન રોડ. મવડી પ્લોટ
4. કાજુકતરી મીઠાઇ (લુઝ): -શ્રી કૃષ્ણ ડેરી ફાર્મ, કૃષ્ણનગર મેઇન રોડ. મવડી પ્લોટ
5. મીઠો માવો (લુઝ): સ્થળ -શ્રી કૃષ્ણ ડેરી ફાર્મ, કૃષ્ણનગર મેઇન રોડ. મવડી પ્લોટ
6. કાજુકતરી મીઠાઇ (લુઝ): -જય સીતારામ ડેરી ફાર્મ, મહાદેવ વાડી મેઇન રોડ,
7. મીઠા સાટા (લુઝ): -જય સીતારામ ડેરી ફાર્મ, મહાદેવ વાડી મેઇન રોડ
8. ગાંઠિયા (લુઝ): -ધારેશ્વર ફરસાણ, ભક્તિનગર સર્કલ, રાજકોટ.9. જલેબી (લુઝ): સ્થળ -ધારેશ્વર ફરસાણ, ભક્તિનગર સર્કલ
10. મીઠા સાટા (લુઝ): -શ્રી મહેશ ડેરી ફાર્મ, વાણિયાવાડી મેઇન રોડ
11. અંજીર બરફી (લુઝ): -શ્રી મહેશ ડેરી ફાર્મ, વાણિયાવાડી મેઇન રોડ
12. પાપડી ગાંઠિયા (લુઝ): -જલારામ ફરસાણ, જલારામ ચોક
13. જલેબી (લુઝ): -જય સિયારામ ફરસાણ, ગીતાનગર મેઇન રોડ
14. મીઠા સાટા (લુઝ): -જય સિયારામ ફરસાણ, ગીતાનગર મેઇન રોડ
15. મોરા સાટા (લુઝ): -રાધેશ્યામ ડેરી ફાર્મ, ગાયત્રીનગર મેઇન રોડ
16. પિસ્તા લાડુ (લુઝ): -રાધેશ્યામ ડેરી ફાર્મ, ગાયત્રીનગર મેઇન રોડ
17. જલેબી (લુઝ): -અન્નપુર્ણા ફરસાણ, ગાયત્રી નગર મેઇન રોડ
18. ભાવનગરી ગાંઠિયા (લુઝ): -અન્નપુર્ણા ફરસાણ, ગાયત્રીનગર મેઇન રોડ
19. પાપડી ગાંઠિયા (લુઝ): -જલિયાણ ફરસાણ, ગાયત્રીનગર મેઇન રોડ
20. જલેબી (લુઝ): -જલિયાણ ફરસાણ, ગાયત્રીનગર મેઇન રોડ, 21. પાપડી ગાંઠિયા (લુઝ): સ્થળ -રાધેક્રિષ્ના ફરસાણ, ગાયત્રીનગર મેઇન રોડ
22. જલેબી (લુઝ): સ્થળ -શ્રી ઉમિયા ફરસાણ, ગાયત્રીનગર મેઇન રોડ
23. પાપડી ગાંઠિયા (લુઝ): સ્થળ -શ્રી ઉમિયા ફરસાણ, ગાયત્રીનગર મેઇન રોડ
24. મીઠા સાટા (લુઝ): સ્થળ -ગાયત્રી ફરસાણ માર્ટ, ગાયત્રીનગર મેઇન રોડ
25. મેસુબ (લુઝ): સ્થળ -બાલાજી ફરસાણ, હસનવાડી મેઇન રોડ
26. મીઠા સાટા (લુઝ): સ્થળ -ક્રિષ્ના સ્વીટ ફરસાણ, હસનવાડી મેઇન રોડ, ત્રિશુલ ચોક
27. જલેબી (લુઝ): સ્થળ -જય સિયારામ ફરસાણ, સરકાર મેઇન રોડ, ત્રિશુલ ચોક
28. પાપડી ગાંઠિયા (લુઝ): સ્થળ -જય સિયારામ ફરસાણ, સરકાર મેઇન રોડ, ત્રિશુલ ચોક
29. તીખા ગાંઠિયા (લુઝ): સ્થળ -બાલાજી ફરસાણ, હસનવાડી શેરી નં.04, બોલબાલા માર્ગ
30. સેવ (લુઝ): સ્થળ -બાલાજી ફરસાણ, હસનવાડી શેરી નં.04, બોલબાલા માર્ગ31. કાજુ કતરી (લુઝ): સ્થળ -સીતારામ વિજય પટેલ આઇસ્ક્રીમ, હસનવાડી મેઇન રોડ
32. એક્ઝોટીકા (મીઠાઇ -લુઝ): સીતારામ વિજય પટેલ આઇસ્ક્રીમ, હસનવાડી મેઇન રોડ,



