પાકિસ્તાનના મંત્રી અને એસીસીના અધ્યક્ષ નકવી ટ્રોફી અને ખેલાડીઓના મેડલ ‘ચોરી’ હોટલ ભેગા થઇ ગયા: BCCI કરશે કાર્યવાહી
ભારતે પાકિસ્તાની મંત્રીના હાથે ટ્રોફી લેવાનો ઈન્કાર કર્યો: મેચ બાદ અડધી રાતે બે કલાક હાઈવોલ્ટેજ ડ્રામા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
એશિયા કપની ફાઈનલ મેચમાં રિંકુ સિંહે વિનિંગ શોટ ફટકારતા જ, 28 સપ્ટેમ્બર, 2025, ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં એક ખાસ તારીખ બની ગઈ છે. આ શોટના કારણે ભારતને પાકિસ્તાન સામે ઐતિહાસિક જીત મળી હતી, અને ટીમ ઇન્ડિયાએ 9મી વખત એશિયા કપ 2025નો ખિતાબ જીત્યો હતો. પરંતુ મેચ પછી જે દ્રશ્ર્ય સામે આવ્યું, તેણે આખી દુનિયાને ચોંકાવી દીધી છે. ટ્રોફી જીતવા છતાં, ભારતીય ટીમે ઉજવણીથી દૂર રહી હતી.
અડધી રાત પછી પણ મેચ બાદનો એવોર્ડ સમારોહ શરૂ થઈ શક્યો ન હતો. સમારોહમાં મોડું થવાના અલગ અલગ કારણો સામે આવી રહ્યા છે. કેટલાક લોકોએ કહ્યું કે, ભારતીય ટીમ અઈઈ (એશિયન ક્રિકેટ કાઉન્સિલ) ના વડા મોહસીન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવા માંગતી ન હતી, જ્યારે કેટલાક લોકોએ તેનું કારણ પાકિસ્તાન ટીમને આપ્યું હતું.
ઇઈઈઈં સચિવ દેવજીત સૈકિયાએ ગંભીર આરોપ લગાવ્યો છે કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (અઈઈ) ના પ્રમુખ મોહસીન નકવીએ ટીમ ઇન્ડિયા પાસેથી ટ્રોફી અને વ્યક્તિગત મેડલ લઈને ભાગી ગયા હતા. આ ઘટના એશિયા કપ 2025ની ફાઇનલ પછી બની હતી, જ્યારે ભારતે પાકિસ્તાનને 5 વિકેટથી હરાવીને રેકોર્ડ નવમી વખત ટાઇટલ જીત્યું હતું.
ભારતીય ટીમને ચેમ્પિયન જાહેર કરાયા પછી, તેમણે ઙઈઇના વડા મોહસીન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ તેઓ સ્ટેજ પરથી નીકળી ગયા અને અઈઈ ટીમને મેડલ અને વિજેતાઓની ટ્રોફી લેવા સૂચના આપી હતી. સૈકિયાએ મેચ પછીના ઇન્ટરવ્યુમાં નકવીના કાર્યોની નિંદા કરી અને તેમની મજાક ઉડાવી હતી.
ઇઈઈઈં સચિવ દેવજીત સૈકિયાએ સમાચાર એજન્સી ઙઝઈં સાથે વાત કરતા સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ભારતીય ટીમે નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારવાનો નિર્ણય લીધો હતો, કારણ કે તે પાકિસ્તાનના અગ્રણી નેતાઓમાંના એક છે. પરંતુ તેનો અર્થ એ નથી કે, તેઓએ ટ્રોફી અને મેડલ લઈને ભાગી જવું જોઈએ.
ઙઈઇ ચેરમેન પર ટ્રોફી લઈને ભાગી જવાનો આરોપ લગાવતા તેમણે કહ્યું કે, “અમે અઈઈ ચેરમેન પાસેથી ટ્રોફી ન સ્વીકારવાનો નિર્ણય લીધો હતો. પરંતુ તેનો અર્થ એ નથી કે તેમણે ટ્રોફી અને મેડલ લઈને ભાગી જવું જોઈએ. આ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે અને રમતની ભાવનાની વિરુદ્ધ છે. અમને આશા છે કે, ટ્રોફી અને મેડલ ટૂંક સમયમાં ભારતને પરત કરવામાં આવશે. અમે નવેમ્બરમાં ઈંઈઈ કોન્ફરન્સમાં આ મુદ્દો ઉઠાવીશું.”
રવિવારે દુબઈમાં એશિયા કપની ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને 9 વિકેટથી હરાવીને નવમી વખત એશિયા કપનો ખિતાબ જીત્યો. ભારતીય ટીમની જીત બાદ ઙખ નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર તેમને અભિનંદન આપતાં લખ્યું, ‘ઓપરેશન સિંદૂર મેદાનમાં ચાલુ છે. પરિણામ એ જ છે: ભારત જીતે છે. આપણા ક્રિકેટરોને હાર્દિક અભિનંદન.’
ભારતીય ક્રિકેટ ટીમે એશિયા કપ 2025 જીત્યા બાદ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (અઈઈ)ના પ્રમુખ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (ઙઈઇ)ના અધ્યક્ષ મોહસિન નકવી તરફથી એવોર્ડ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. નકવી પાકિસ્તાનના ગૃહમંત્રી પણ છે.
કેપ્ટન સૂર્યકુમાર યાદવે પોતાના ખુલ્લા હાથે પોતાના સાથી ખેલાડીઓને એવી રીતે ઈશારો કર્યો જાણે તે ટ્રોફી લઈ જઈ રહ્યો હોય. અન્ય ખેલાડીઓએ ઉજવણી કરી, એવું માનીને કે આ વાસ્તવિક ટ્રોફી છે.
હકીકતમાં 22 એપ્રિલે કાશ્ર્મીર ખીણના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતમાં પાકિસ્તાન વિરુદ્ધ વિરોધપ્રદર્શનો વધુ તીવ્ર બન્યાં છે. આ હુમલાના જવાબમાં ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું, જેમાં પાકિસ્તાનને નિર્ણાયક ફટકો પડ્યો છતાં પાકિસ્તાને તેને વિજય ગણાવ્યો.
પહેલગામ હુમલાના વિરોધમાં ટીમ ઈન્ડિયાએ ટુર્નામેન્ટ દરમિયાન પાકિસ્તાની ટીમ સાથે હાથ મિલાવવાનું ટાળ્યું હતું, હવે ઙઈઇ અને અઈઈ ચેરમેન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. આ ભારતની દરેક મોરચે પાકિસ્તાનનો વિરોધ કરવાની અને સંદેશ આપવાની રીત છે કે આતંકવાદને ટેકો આપનારાઓનો બહિષ્કાર કરવામાં આવશે.
ટ્રોફી-મેડલ લઈને ભાગી જવું, અત્યંત દુર્ભાગ્યપૂર્ણ અને રમતની ભાવનાની વિરૂદ્ધ છે: BCCI
નકવીએ એક કલાક સુધી ટીમ ઈન્ડિયાની રાહ જોઈ
સામાન્ય રીતે પ્રેઝન્ટેશન સેરેમની મેચ શરૂ થયાની થોડી મિનિટોમાં થાય છે, પરંતુ ફાઈનલ પછી એમાં વારંવાર વિલંબ થતો હતો. પાકિસ્તાની ખેલાડીઓ પહેલા કલાક સુધી મેદાન પર દેખાયા ન હતા. ઇઈઈઈંએ સ્પષ્ટ કર્યું હતું કે ભારતીય ટીમ નકવી સિવાય અન્ય કોઈ પાસેથી ટ્રોફી સ્વીકારવા માટે તૈયાર છે. સ્ટેજ પર હાજર દુબઈ સ્પોર્ટ્સ સિટીના ખાલિદ અલ ઝરુની પાસેથી ટ્રોફી સ્વીકારવાની પણ ચર્ચા થઈ હતી, પરંતુ નકવીએ સ્ટેજ છોડવાનો ઇનકાર કર્યો હતો. ઇઈઈઈંના એક વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું, ‘જો નકવીએ બળજબરીથી ટ્રોફી લેવાનો પ્રયાસ કર્યો હોત તો ઇઈઈઈંએ ઔપચારિક વિરોધ નોંધાવ્યો હોત.’ દરમિયાન સેરેમની દરમિયાન સ્પોન્સર્સના એવોર્ડ્સનું વિતરણ કરવામાં આવ્યું. પાકિસ્તાની ટીમે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના પ્રમુખ અમીનુલ ઇસ્લામ બુલબુલ પાસેથી તેમના પુરસ્કારો પ્રાપ્ત કર્યા. જોકે જ્યારે ભારતીય ટીમનું નામ લેવામાં આવ્યું ત્યારે અઈઈએ જાહેરાત કરી કે ટીમ પુરસ્કારો સ્વીકારશે નહીં.
- Advertisement -