વિશ્ર્વ વણિક સંગઠન અને જૈન વિઝનના સંયુક્ત ઉપક્રમે ઝળહળતો રાસોત્સવ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
150 ફૂટ રીંગ રોડ ઉપર અયોધ્યા ચોક પાસે વિશ્વ વણિક સંગઠન અને જૈન વિઝન દ્વારા આયોજિત સોનમ ગરબામાં ખેલૈયાઓનો ઉત્સાહ આકાશે આંબ્યો છે. રાત્રિ પડતા જ ખેલૈયાઓના ઠેકા, ઓર્કેસ્ટ્રાની ધૂન અને સિંગરોની જુગલબંધીથી માહોલ રંગીન બની જાય છે. આ રાસોત્સવમાં રાજકોટની જ દીકરી અને હાલ એર ઈન્ડિયાની ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં એર હોસ્ટેસ તરીકે સેવા આપતી હિરલ સંજય કક્કડનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. એક પાનવાળા પિતાની દીકરી હિરલે સંઘર્ષથી સફળતાના આભને સ્પર્શીને રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.કાર્યક્રમમાં શહેરના રાજકીય, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. માધવ દવે, મુકેશભાઈ દોશી, વિરેન્દ્રસિંહ ઝાલા, મનીષભાઈ રાડિયા, કેતનભાઈ ધ્રુવ, પૂજાબેન ધ્રુવ, રાજુભાઈ ધ્રુવ સહિત અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને આરતીનો લાભ લીધો હતો. સાથે જ ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું. સોનમ ગરબાની સફળતા માટે વિશ્વ વણિક સંગઠનના ચેરમેન સી.એમ. શેઠ તથા જૈન વિઝનની ટીમના મિલન કોઠારી, જયેશ શાહ, સુનીલ શાહ, ભરત દોશી, અજીત જૈન સહિતની ટીમે વિશેષ જહેમત ઉઠાવી હતી. સોનમ ગરબામાં ભક્તિ અને શક્તિના સંગમ સાથે ખેલૈયાઓની રમઝટ બોલતા રાજકોટની રાત્રિઓ ઝગમગી ઉઠી છે.
- Advertisement -