ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
નવરાત્રિ મહોત્સવના સમયે દેશભરમાં “આઈ લવ મોહમ્મદ” વર્સિસ “આઈ લવ મહાદેવ” વોર શરૂ થઈ ગયું છે. ત્યારે અમદવાદમાં પણ પોસ્ટર વોર શરૂ થઈ ગયું છે. નવરાત્રિ દરમિયાન શહેરના જુદા જુદા વિસ્તારમાં I Love Muhammadના પોસ્ટર લાગ્યા છે.
શહેરના વેજલપુર જુહાપુરામાં વિશાલા ટ્રાફિક ચોકી પાસે જાહેર રોડ પર ઈં કજ્ઞદય ખીવફળળફમના પોસ્ટર લગાવાયા છે. તાજેતરમાં જ ગુજરાતમાં ગોધરા અને બહિયલ ખાતે આ વિવાદિત પોસ્ટને લઈને હિંસક ઘટનાઓ બની ચૂકી છે. બંને ઘટના વચ્ચે અમદાવાદમાં પોસ્ટરો લાગ્યા છે. પોસ્ટરોને લઈને પોલીસ પણ એલર્ટ મોડ પર આવી ગઈ છે. લોકોની ધાર્મિક લાગણી ન દુભાય અને અન્ય ઘટના ન બને તેના પર છે અમદાવાદ પોલીસની ચાંપતી નજર છે. જુહાપુરા સાથે પૂર્વ વિસ્તારમાં પણ કેટલાક સ્થળે પોસ્ટર લાગેલા છે.
‘આઈ લવ મોહંમદ’ વિવાદ ઉત્તરાખંડમાં વધતો જ રહ્યો છે. ઉત્તર પ્રદેશના કાનપુરથી શરૂ થયેલો આ વિવાદ હવે ઉત્તરાખંડના કાશીપુરમાં મોટા હોબાળામાં ફેરવાઈ ગયો છે. કાશીપુર પોલીસે ત્રણ નામાંકિત વ્યક્તિઓ અને 500 અજાણ્યા વ્યક્તિઓ સામે કેસ દાખલ કર્યો છે. ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ ઉપરાંત, ગુજરાત, મહારાષ્ટ્ર અને તેલંગાણા જેવા રાજ્યોમાં તણાવ ફેલાઈ રહ્યો છે. પ્રશ્ન એ ઊભો થાય છે કે “આઈ લવ મોહમ્મદ” સૂત્ર વિવાદ અને તણાવનું કારણ કેમ અને કેવી રીતે બન્યું?
5 સપ્ટેમ્બર, 2025 ના રોજ, કાનપુરમાં “આઈ લવ મોહમ્મદ” સૂત્ર ધરાવતું એક બોર્ડ દેખાયું. ત્યારથી, “આઈ લવ મોહમ્મદ” વિરુદ્ધ “આઈ લવ મહાકાલ” વિવાદ દેશના ઘણા ભાગોમાં ફેલાઈ ગયો છે. કાનપુર, ઉજ્જૈન અને ગાંધીનગરમાં પોસ્ટર લગાવવાની લહેર શરૂ થઈ ગઈ છે. હવે તેની અસર મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં પણ જોવા મળી છે. “આઈ લવ મોહમ્મદ” પોસ્ટર વિવાદ બાદ, હવે ગરબા પંડાલોમાં “આઈ લવ મહાદેવ” ઝુંબેશ શરૂ થઈ ગઈ છે. મુંબઈના ગરબા પંડાલોમાં યુવાન છોકરીઓ અને મહિલાઓ “આઈ લવ મહાદેવ” લખેલા પોસ્ટરો લઈને આવવા લાગી છે. બુધવારે રાત્રે, મુંબઈના આરે કોલોનીમાં એક મહિલા “આઈ લવ મહાદેવ” લખેલા પોસ્ટરો લઈને પહોંચી.
‘આઈ લવ મહંમદ’ની સામે ‘આઈ લવ મહાદેવ’
દેશભરમાં હવે “આઈ લવ મોહમ્મદ” મુદ્દા પર “આઈ લવ મહાદેવ” પોસ્ટરો લઈને પ્રતિક્રિયા આપવાનો પ્રયાસ કર્યો. વારાણસીના જગદગુરુ શંકરાચાર્ય નરેન્દ્રાનંદના નેતૃત્વમાં, સંતોએ મઠો અને મંદિરોમાં અને હાથમાં મહાદેવના પોસ્ટરો પ્રદર્શિત કર્યા. તેમણે જાહેર સ્થળોએ પણ આ પોસ્ટરો પ્રદર્શિત કર્યા, જેમાં વચન આપ્યું કે સંત સમાજ સનાતન સેના દ્વારા કટ્ટરપંથીઓને જવાબ આપશે.