અબતક સુરભી રાસોત્સવમાં ચોથા નોરતે મોટી સંખ્યામાં ખેલૈયાઓ અને શ્રોતાઓ ઉમટ્યા
રાસોત્સવમાં રોજ શહેરના શ્રેષ્ઠી, સમાજના આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહે છે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ઈં રાજકોટ
રાજકોટના ઇતિહાસમાં પ્રથમવાર રેસકોર્સમાં માધવરાય સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં અબતક સુરભી દ્વારા ભવ્ય રાસોત્સવનું આયોજન કર્યું છે. ત્યારે ચોથા નોરતે પણ ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ચોથા નોરતે અબતક સુરભિ રાસોત્સવમાં માનવ મહેરામણ ઉમટી પડયું હતું. સુર અને તાલ સંગ રાસ રમતા ખેલૈયાઓ ગ્રાઉન્ડમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ખેલૈયાઓ કલાકારો અને આમંત્રિત મહેમાનો સાથે શ્રોતાઓ દ્વારા અબતક સુરભી પરિવારના રાસોત્સવની વ્યવસ્થા અને પારિવારિક માહોલની સરાહના કરી હતી. અબતક-સુરભિમાં છલડો- ડાકલા- ભકિત- વંદે માતરમની છલકાતી જમાવટ જોવા મળી હતી. ખેલૈયાઓને પ્રાચીન અર્વાચીન ગરબા ગીત અને માતાજીના ડાક ડમરુંની ધૂન પર મન મૂકીને ખેલાવ્યા હતા. વિશાળ ગ્રાઉન્ડમાં કોઈ પણ અગવડ વગર યુવા યુવતીઓએ ઉત્કૃષ્ટ વ્યવસ્થાનો અહેસાસ કરીને મોકળા મને રસોસ્ત્સવ માણ્યો હતો. સાઉન્ડ સિસ્ટમના સથવારે ખેલૈયાઓ દિલ ખોલીને નવા નવા સ્ટેપ્સ પર ફ્રી સ્ટાઇલ ગરબા રમ્યા હતા. આ તકે મિલનભાઈ મીઠાણી, હાર્દિકભાઈ મીઠાણી,
ધ્રુમિલભાઈ શાહ, રોનકભાઈ ઝવેરી, પાટડી ઉદાસી આશ્રમના વૈભવબાપુ,કાલાવડના અબતકના પત્રકાર રાજુભાઈ રામોલિયા અને કાર્તિકભાઈ ઠાકર સહિતના અબતક સુરભી રાસોત્સવમાં પધાર્યા હતા.
ખેલૈયાઓને લાખેણા ઇનામ અપાયા
જુનિયર પ્રિન્સેસ
રીયા રાઠોડ
વૃંદા ગઢીયા
વેલડ્રેસ
કેસવી સોની
જુનિયર પ્રિન્સ
કાવ્યા કાનીયા
આરુષ
સિનિયર પ્રિન્સેસ
નિરાલી ગોસ્વામી
સાક્ષી સુરેજા
યશ્વી સંઘવી
અંજલી ગગના
વેલડ્રેસ
આયુષી ધાનાણી
સિનિયર પ્રિન્સ
વરુણ પટેલ
શિવમ દુલાણી
યશ મંડલી
વાડોદરીયા આયુષ
વેલડ્રેસ
વિવિક ચાવડા