ચોથા નોરતે IAS ઓફિસર અંગદ જૈન સહિત અનેક મહાનુભાવોની હાજરી; ખેલૈયાઓએ વિવિધ સ્ટેપ્સ પર મન મૂકીને ગરબા કર્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં ચાલી રહેલા ’જૈનમ નવરાત્રી મહોત્સવ-2025’ ના આજે ચોથા નોરતે કલા અને ભક્તિનો અદ્ભુત સંગમ જોવા મળ્યો. ગાયક કલાકારોએ કલાસિકલ 90નાં કર્ણપ્રિય હિન્દી ગીતોનો ગુલદસ્તો પિરસીને ખેલૈયાઓ અને ઉપસ્થિત દર્શકોને ઝૂમવા મજબૂર કર્યા હતા.
- Advertisement -
ચોથા નોરતે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા અને હુડો, ટીટોડો, ચોવીસ સ્ટેપ, સિક્સ સ્ટેપ, ચોકડી, પોપટીયું જેવા વિવિધ ટ્રેડિશનલ અને ફ્યુઝન સ્ટેપ્સ પર થીરક્યા હતા. ’થીમ ઓફ ધ ડે’ માં સજ્જ ખેલૈયાઓને જોઈને ઉપસ્થિત મહેમાનો અને વાલીઓએ ખુશી વ્યક્ત કરી હતી. જૈનમનાં આંગણે સમાજના અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ઈંઅજ ઓફિસર અંગદ જૈન સાહેબ, જીતોના ચેરમેન હેમલભાઈ શાહ, સિનિયર સિવિલ જજ એમ.એમ. શુકલ સાહેબ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઈ ઠાકર, જાણીતા બિલ્ડર જનેશભાઈ અજમેરા અને જિતેન્દ્ર ગ્રુપના જયભાઈ ખારા સહિતના શ્રેષ્ઠીઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત, જૈનમનાં શુભેચ્છકો અને સ્પેશિયલ ગેસ્ટ તરીકે વિભાશભાઈ શેઠ અને નૈમિષભાઈ મહેતાના પરિવારજનોનું વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું.
સીઝન પાસ હોલ્ડર ખેલૈયાઓ માટે આજરોજ ફ્રી બિંદી આર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો લાભ મોટી સંખ્યામાં બહેનોએ લીધો હતો. આવતીકાલ શનિવારે ફીમેલ ખેલૈયાઓ માટે ફ્રી ટેટ્ટુ અને સોમવારે ફ્રી નેઇલ આર્ટ કરી આપવામાં આવશે.
નવરાત્રી મહોત્સવમાં કાયમી જજ તરીકે જીજ્ઞેશભાઈ પાઠક, ઉષ્માબેન વાણી, ભાવનાબેન બાગડાઈ અને પ્રશાંતભાઈ પુજારા સેવા આપી રહ્યા છે. ચોથા નોરતે ડેઇલી જજ તરીકે જયેશભાઈ સોના, રિમ્પલબેન વડેરીયા, નિલેશભાઈ ગઢવી, અને મેઘાવીબેન વિઠલાણીએ સેવા આપી હતી. આ ઉપરાંત, સિનિયર અને જુનિયર વેલડ્રેસ પ્રિન્સ અને પ્રિન્સેસ કેટેગરીમાં પણ વિજેતાઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
પ્રિન્સ કેટેગરી: અભિષેક દોશી (પ્રથમ), પ્રીયાંશુ શાહ (બીજા), કેવલ મહેતા (ત્રીજા).
પ્રિન્સેસ કેટેગરી: માનસી હેમાણી (પ્રથમ), રૂચિકા મહેતા (બીજા), વિશાન્વી ડેલીવાળા (ત્રીજા).