મેયર નયનાબેન પેઢડિયા અને ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
વી.વી.પી. ટ્રસ્ટ દ્વારા સંચાલિત એન્જિનિયરિંગ, આર્કિટેક્ચર અને કિચ સ્કૂલ ઓફ ડિઝાઇન કોલેજના બે હજારથી પણ વધુ ખેલૈયાઓ માટે વી.વી.પી.ના જ ગ્રાઉન્ડમાં ભવ્ય રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. 30,000 વોટની અદ્યતન સાઉન્ડ સિસ્ટમના તાલે વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ગરબે ઘૂમીને આ મહોત્સવને સફળ બનાવ્યો હતો.
સંસ્થાના ટ્રસ્ટીશ્રી કૌશિકભાઈ શુકલએ આ અંગે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, વી.વી.પી. જે કંઈ પણ કરે છે તે ઉત્કૃષ્ટ રીતે જ કરે છે. આટલી મોટી સંખ્યામાં યુવા વિદ્યાર્થીઓ પૂર્ણ શિસ્ત સાથે આનંદ માણી શકે તે માત્ર વી.વી.પી. જ કરી શકે છે. ટ્રસ્ટી મંડળે નક્કી કર્યું હતું કે, આ વર્ષનો રાસોત્સવ ઉત્કૃષ્ટ જ થવો જોઈએ, અને તેના માટે લાખો રૂપિયાનો જે ખર્ચ થાય તે તમામ વી.વી.પી. કરશે, જેના પરિણામે વિદ્યાર્થીઓને જબરદસ્ત ડિજે સાઉન્ડ સિસ્ટમ પર ગરબા રમવાનો અને આનંદિત થવાનો મોકો મળ્યો. આ સાથે જ, સ્વ. પ્રવીણકાકાના સમયથી શરૂ થયેલી રાસોત્સવની વી.વી.પી.ની પરંપરા જળવાઈ રહી છે.
- Advertisement -
આ રાસોત્સવના કાર્યક્રમમાં મેયરશ્રી નયનાબેન પેઢડીયા, ધારાસભ્યશ્રી ડો. દર્શિતાબેન શાહ, નામાંકિત ઇન્ડસ્ટ્રીઝના સંચાલકો તથા વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના ટ્રસ્ટીશ્રી કૌશિકભાઈ શુકલ અને ડો. નરેન્દ્રભાઈ દવેએ પણ વિશેષ હાજરી આપી હતી. નિર્ણાયક તરીકે શ્રી દિનેશભાઈ કોઠારી, ડોલીબેન ભોગાણી, વિપુલભાઈ ભટ્ટ, હેમાંગીબેન ભટ્ટે સેવા આપી હતી.
કાર્યક્રમમાં કુલ 14 જેટલા ઇનામો અપાયા હતા. વિજેતાઓમાં:
વેલડ્રેસ પ્રિન્સ: જતીન રાઠોડ (પ્રથમ – કેમિકલ), યશ રામોલીયા (દ્વિતીય – ઇ.સી.), રાજ માલવીયા (તૃતીય – આઈ.ટી.).
વેલડ્રેસ પ્રિન્સેસ: આરતી લાડવા (પ્રથમ – આઈ.ટી.), કૃપાલી અકબરી (દ્વિતીય – સી. ઈ.), નિરવા ગામી (તૃતીય – સી.ઈ.).
પ્રિન્સ: યશ પટેલ (પ્રથમ – ઈ.સી.), કરણ ઠાકર (દ્વિતીય – આઈ.ટી.), વૈભવ વાડોલીયા (તૃતીય – સી. ઈ.).
પ્રિન્સેસ: પલક ડોબરીયા (પ્રથમ – આઈ.ટી.), કૃતિકા ગગલાણી (દ્વિતીય – બી.ટી.), મહેક ભાનુશાળી (તૃતીય – આઈ. ટી.).
ગૃપમાં: ભવ્ય ગૃપ (પ્રથમ), યશ રામોલીયા ગૃપ (દ્વિતીય).
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે એન્જિનિયરિંગ કોલેજના પ્રિન્સિપાલ ડો. પિયુષભાઈ વણઝારા, આર્કિટેક્ચર કોલેજના પ્રિન્સિપાલ દેવાંગભાઈ પારેખ, કિચ સ્કૂલ ઓફ ડિઝાઇનના પ્રિન્સિપાલ ડો. હિતેષભાઈ ચાંગેલા, કલ્ચરલ કમિટીના ક્ધવીનર ડો. ચાર્મીબેન ચાંગેલા તથા સમગ્ર કર્મચારીગણ અને વિદ્યાર્થીગણે ભારે જહેમત ઉઠાવી હતી.