ખ્યાતનામ સિંગરોની સુરાવલી સંગ ખૈલાઓની રાસની રમઝટ નિહાળવા દર્શકોની જામતી ભીડ
રાજકીય અગ્રણીઓ તથા પોલીસ કમિશ્નર કલબ યુવીના આંગણે મહેમાન: 21 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું સન્માન
- Advertisement -
‘જય જય શ્રી રામ’ ની ધુનના તાલે ખલૈયાઓની ચલતી- સિકસ સ્ટેપ, દર્શકોમાં ઉત્સાહના ધોડાપૂર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરમાં કલબ યુવી નવરાત્રી મહોત્સવનું અલગ અંદાઝથી ભવ્યાતિભવ્ય, અદભુત આયોજન ચાલી રહયુ છે. 16 વર્ષની સફળતા બાદ શ્રી ઉમિયાધામ સિદસર પ્રેરીત ’કલબ યુવી નવરાત્રી મહોત્સવ -2025’ માં 17 માં વર્ષે ખેલૈયાઓ ટ્રેડીશ્નલ ડ્રેસમાં નવરાત્રી મહોત્સવ માણે તે માટેનું સૌરાષ્ટ્રનું સૌથી મોટું આયોજન થયું છે. રાજકોટ શહેરમાં ન્યુ 150 ફુટ રીંગ રોડ પર શિલ્પન સાગાની બાજુમાં, કોકોનેટ પાર્ટી પ્લોટની સામે વિશાળ મેદાનમાં સમગ્ર નવરાત્રી મહોત્સવ માં રાત પડે ને દિવસ ઉગેનો માહોલ જામ્યો છે.
અર્વાચીન રાસોત્સવ ક્ષેત્રે સૌરાષ્ટભરમાં સૌથી મોટી નવરાત્રી આયોજન ગણાતા શ્રી ઉમિયાધામ સિદસર પ્રેરીત ‘કલબ યુવા’ નવરાત્રી મહોત્સવ નવા રંગ રૂપ નવા કલેવર સાથે નોરતાની રંગત જામી છે. સંપૂર્ણ પારીવારીક માહોલમાં પરિવારના દરેક સભ્ય એક મંચ પરથી નવરાત્રીનો આનંદ માણી શકે તેવું અદભૂત આયોજન કરાયું છે. રાસોત્સવમાં ઝુમતા યુવાધનની રમઝટ નિહાળવા દર્શકોની ભીડ જામી છે. સમગ્ર વ્યવસ્થાને સુચારૂ રૂપે સંચાલન કરવા ટાઇટ સીક્યોરીટીનું પ્લાનીંગ અમલી બનાવાયું છે.
કલબ યુવીના ચોથા નોરતે ગોલ્ડન ક્રાઉન ગ્રુપના હર્ષદભાઈ ભોરણીયા, રેડરેનના પ્રજ્ઞેશ સુરાણી, સુમો પાઈપ્સના ધીરૂભાઈ ડઢાણીયા, શિલ્પન ગ્રુપના સમીરભાઈ કાલરીયા, મેટોડાના ઉદ્યોગપતિઓ ચંદુભાઈ વિરાણી, મનીષભાઈ મેડક, ગોપાલ નમકીનના બિપીનભાઈ હદવાણી, નરેન્દ્રસિંહ જાડેજા, ઉમેશભાઈ માલાણી, અનુપમભાઈ દોશી, નલીનભાઈ તન્ના, કલબ યુવી નવરાત્રી ગ્રાઉન્ડના દાતા જયોતિરાજસિંહ જાડેજા, યોગીરાજભાઈ જાડેજા, જયરાજસિંહ જાડેજા, એ માતાજીની આરતીનો લ્હાવો લીધો હતો. પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોધરા, શહેર ભાજપ પ્રમુખ માધવભાઇ દવે, પૂર્વ પ્રમુખ મુકેશભાઈ દોશી, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડીંગ ચેરમેન જયમીનભાઈ ઠાકર, દંડક મનીષભાઈ રાડીયા, મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા, પૂર્વ ધારાસભ્ય ગોવિદંભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, શહેર ભાજપ મહિલા પ્રમુખ કિરણબેન માકડીયા, તથા વોર્ડ નં. 11 ભાજપ ટીમ પોલીસ કમિશ્નર બ્રિજેશકુમાર ઝા, એ.સી.પી. ચૌધરી, ક્રોંગેસ અગ્રણી અશોકસિંહ વાઘેલા, ગાયત્રી બા વાઘેલા સહીતના ઉપસ્થિત રહી માતાજીના દર્શન કરી કલબ યુવીના મહેમાન બન્યા હતા.
કલબ યુવી દ્રારા રાજકોટના ચાર્ટડ એકાઉન્ટન્ટ પ્રભુદાસભાઈ ડઢાણીયા, ચિરાગ ઝાલાવડીયા, રાજ મારવાણીયા, માનસી મારવાણીયા, અરૂણકુમાર ઘેટીયા, કુનાલ કાલરીયા, કરણ કાસુન્દ્રા, વિપુલ માકડીયા, પ્રગતિ કાસુન્દ્રા, નેહા ડેડાણીયા, જલ્પા ઝાટકીયા, વિશાલ ફળદુ, પૂર્વી ઉકાણી, ઉર્જા ગામી, દિશાબેન મારવાણીયા, માનસી ફળદુ, ડેનીશા ઘોડાસરા, રાજ સરધારીયા, ધવલ વાછાણી સહીતનાનું સન્માન કરવામાં આવ્યુ હતું
કલબ યુવીના નવરાત્રી મહોત્સવમાં ચોથા નોરતે ટ્રેડીશ્નલ ડ્રેસમાં સજજ ખેલૈયાઓ મન મુકીને ઝુમ્યા હતા. કલબ યુવીમાં દરરોજ કેટેગરી વાઇસ વિજેતા ખેલૈયાઓને ઇનામ આપવામાં આવે છે. જેમાં કલબ યુવી માં ચોથા નોરતે ચિલ્ડ્રન વેલ ડ્રેસ પિન્સેસ રુહી ગોંડલીયા, આરવી વાછાણી, ચિલ્ડ્રન વેલ ડ્રેસ પ્રિન્સ વ્રજ પટેલ, હાર્દ કડીવાર ચિલ્ડ્રન પ્રિન્સેસ મિષ્ઠી અઘેરા, શાન્વી અઘેરા, ચિલ્ડ્રન પ્રિન્સ રીયાન અગોલા, સૌમ્ય વાછાણી, એડલ્ટ વેલ ડ્રેસ પ્રિન્સેસ વિશ્વા ઉકાણી, હેતલ જાવીયા, આયુષી અરનીયા, વેલ ડ્રેસ પ્રિન્સ હેત મૌર્ય, પાણ હસ્તીન, રાજકુમાર ગોવાણી, પ્રિન્સેસ તરીકે પાયલ સુતરીયા, હેત્વી કાલરીયા, ધારા ચાંગેલા, એડલ્ટ પ્રિન્સ તરીકે રજોડીયા નિર્ભય, કાવઠીયા મૌલીક, કર્મ ફળદુ વિજેતા બન્યા હતા. કલબ યુવીના ચોથા નોરતે વિજેતા ખેલૈયાઓને ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. ચિરાગ જાદવ, પીએસઆઈ અનીરૂધ્ધસિંહ પરમાર, પી.એસ.આઇ. વનરાજસિંહ ડોડીયા, સી.એ. મનીષભાઈ ઘેટીયા તથા નેહાબેન, સી.એ. રાજભાઈ મારવાણીયા તથા માનસીબેન, કલબ યુવીના કો-ડાયરેકટર કાંતીભાઈ ઘેટીયા તથા મધુબેન કલબ યુવી ના બોર્ડ ઓફ ડાયરેકટરો બીપીનભાઈ બેરા તથા રશ્મીબેન, પ્રફુલભાઈ કાથરોટીયા, સુરેશભાઈ ઓગાણજા તથા વૈશાલીબેન, સંદીપભાઈ માકડીયા, નરેન્દ્રભાઈ ઘેટીયા તથા હિનાબેન, ડો. કલ્પેશભાઈ ઉકાણી તથા મેઘનાબેન, જીજ્ઞેશભાઈ આદ્રોજા, વિજયભાઈ ડઢાણીયા તથા સોનલબેન, ચેતનભાઈ દેત્રોજા તથા હિતેશાબેન, એન.જે. પેન્ટર્સના નિલેશભાઇ, ભરતભાઈ ટીલવા, ગીરધરભાઈ રૈયાણી, અનીલભાઈ કડવાણી એ ઇનામ આપી પ્રોત્સાહીત કર્યા હતા.