સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના જન્મદિવસ નિમિતે યોજાયેલા કેમ્પનો 1485 લોકોએ લાભ લીધો
80 જેટલા ડોક્ટરોએ વિવિધ રોગનું નિદાન કરી વિનામૂલ્યે દવા આપી
ધારાસભ્યો સહિતના શહેરના અગ્રણીઓની ઉપસ્થિતિ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના જન્મદિવસ નિમિતે કોટક સ્કુલમાં યોજાયેલા નિદાન કેમ્પનો રાજકોટ તેમ જ સૌરાષ્ટ્રમાંથી આવેલા 1485 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. આ તમામ દર્દીઓને વિનામૂલ્યે દવા તથા લેબોરેટરી ટેસ્ટ, એક્સરે, નેત્રમણી, સોનોગ્રાફી વગેરે કરી આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, ધારાસભ્યો,રાજકીય આગેવાનો તથા શહેરના પ્રબુદ્ધ નાગરિકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -
આ પ્રસંગે પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ કહ્યું હતું કે, આજે તબીબી ક્ષેત્રે દવા અને સારવાર મોંઘી થઇ ગઈ છે ત્યારે આ પ્રકારના કેમ્પ જરૂરતમંદ દર્દીઓ માટે રાહતરૂપ બને છે. તેમણે ઉમેર્યું કે ગુણવંતભાઈ ડેલાવાળા વરસોથી પોતાના જન્મદિવસ નિમિત્તે આ રીતે દર્દીઓ માટે વિનામૂલ્યે કેમ્પ યોજે છે એ મોટી સેવાનુ કામ છે. બીજા લોકોએ પણ આવા કાર્યોમાંથી પ્રેરણા લેવી જોઈએ.
આ પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ ટીલારા, ડો. દર્શીતાબેન શાહ અને રાજકોટ કેળવણી મંડળનાં નવીનભાઈ ઠક્કરે પણ પોતાના પ્રતિભાવ આપ્યા હતા અને આ સેવાકીય પ્રવૃત્તિ બદલ ગુણવંતભાઈને અભિનંદન આપ્યા હતા.
આ પ્રસંગે મહાવીર સેવા ટ્રસ્ટનાં ચંદ્રકાંતભાઈ શેઠ, ડો. અતુલભાઈ પંડ્યા, રમણીકભાઈ જસાણી, ડો. રાજેશભાઈ પટેલ, પ્રતાપભાઈ પટેલ, ડો. જયેશભાઈ ડોબરિયા વગેરે મુખ્ય અતિથી તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ભાજપના પ્રમુખ માધવભાઈ દવે, રાજદીપસિંહ જાડેજા, ધનસુખભાઈ ભંડેરી, ખોડીદાસભાઈ પટેલ, જગદીશભાઈ બેનાણી, હરીશભાઈ લાખાણી, જીતુભાઈ બેનાણી, વેજાભાઈ રાવલિયા, રાકેશભાઈ પોપટ, મૌલેશભાઈ પટેલ, મુકેશભાઈ પાબારી, નીરજભાઈ આર્ય, વિક્રમભાઈ પુજારા, શૈલેશભાઈ માઉ,. દિનેશભાઈ અમૃતિયા, પરેશભાઈ પટેલ, પ્રવીણભાઈ ધોળકિયા, શિવલાલભાઈ રામાણી, રાકેશભાઈ દેસાઈ, તેજસભાઈ ભટ્ટી, હેતલભાઈ રાજગુરુ, હરેશભાઈ સોની, સુધાબેન ભાયા, ચંદ્રિકાબેન ધામેલીયા, જયશ્રીબેન સેજપાલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આ કેમ્પનો 1485 દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્પમાં 315 લોકોને ચશ્મા આપવામાં આવ્યા હતા જયારે 95 લોકોના લેબોરેટરી ટેસ્ટ, 45 લોકોના એક્સરે અને 20 લોકોની સોનોગ્રાફી કરવામાં આવી હતી.
- Advertisement -
આ સમગ્ર કેમ્પનું સંચાલન માલાબેન કુંડલીયાએ કર્યું હતું. સ્વાગત પ્રવચન ડો. રાજેશભાઈ તેલી એ કર્યું હતું જયારે કાર્યક્રમ અંગે માહિતી ગુણવંતભાઈ ડેલાવાળાએ આપી હતી. આભારવિધિ ડો. કમલ પરીખે કરી હતી. આ નિમિત્તે પ્રોજેક્ટ કમિટીના ડો. રાજેશ તેલી, ડો. પારસભાઈ શાહ, ડો. કમલભાઈ પરીખ, ડો. અમિતભાઈ હપાણી, ડો. રશ્મીભાઈ ઉપાધ્યાય અને ડો. નવલભાઈ શીલુ નો આભાર માનવામાં આવ્યો હતો.
આ કેમ્પને સફળ બનાવવા માટે ગુણવંતભાઈ ડેલાવાળા ના માર્ગદર્શન હેઠળ મૌલેશભાઈ પટેલ, હરેશભાઈ લાખાણી, ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, ગીતાબેન હિરાણી. જસુમતીબેન વસાણી, અલ્કાબેન કામદાર, છાયાબેન દવે, વૈશાલી શાહ, હેતલબેન થડેશ્વર, અલ્કાબેન ધામેલીયા, મનમોહન પનારા, સુરેશભાઈ દેત્રોજા, કનૈયાલાલ ગજેરા, ભરતભાઈ સોલંકી, અનવર ઠેબા, રાજેન્દ્રભાઈ શેઠ, જગદીશભાઇ કિયાડા, રમેશભાઈ અકબરી વગેરે એ જહેમત ઉઠાવી હતી.