ચોરાઉ કાર બે લાખમાં વેચવા નીકળેલો મિત ઝડપાયો, સૂત્રધાર રાજુની શોધખોળ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
મોરબી રોડ પર રહેતા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધાર્થી પાસેથી ફરવા જવા કાર મેળવી બારોબાર વેંચી મારવાનો ગુનો બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયો હતો આ ગુનામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે આધાર પુરાવા વિના ખરીદનાર શખ્સની ધરપકડ કરી કાર કબ્જે કરી સુત્રધારની શોધખોળ હાથ ધરી છે.
રાજકોટના મોરબી રોડ પર રહેતા ટ્રાવેલ્સના ધંધાર્થી રવિભાઈ રાજુભાઈ ગોરીયાએ રાજુ ભીમભાઈ બાંભવા સામે બી ડિવિઝન પોલીસ મથકમાં છેતરપિંડીની નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઇ તા.-09/09/2025નાં મારા જુના મિત્ર રાજુભાઇનો ફોન આવ્યો હતો કે, તમારી ગાડી પાંચ દિવસ મારે બહાર ફરવા જવું છે, તો મને આપજો. જેથી રાજુ મારો જુનો મિત્ર હોય મેં આપી હતી પાંચ દિવસ પછી ફોન કરતા હજી બે દિવસ વાર લાગશે તેમ કહ્યું હતું બે દિવસ વીત્યા છતાં જાણવા મળ્યું કે, રાજુ બાંભવાએ મારી ગાડી કોઈ અન્ય વ્યક્તીને વેંચી નાખી છે જેથી ફરિયાદ નોંધાવી હતી છેતરપિંડીના ગુનામાં આરોપીને પકડી પાડી મુદ્દામાલ રિકવર કરવા ડીસીપી ક્રાઈમ જગદીશ બંગરવા અને એસીપી ક્રાઇમ બી બી બસિયા દ્વારા આપવામાં આવેલી સૂચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ એમ આર ગોંડલીયા, એમ એલ ડામોર અને સી એચ જાદવના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ એન પરમારની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઇ સંજયભાઈ દાફડા અને હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ ઝાલાને મળેલી ચોક્કસ બાતમી આધારે રેસકોર્સ ગ્રાઉન્ડમાંથી સેટેલાઇટ ચોક ગુજરાત સોસાયટીમાં રહેતા મિત કિશનભાઇ લાંબા ઉ.21ને કાર સાથે પકડી પાડી પૂછતાછ કરતા રાજુ બાંભવાએ છેતરપિંડીથી મેળવેલી બલેનો કાર મિત લાંબાએ તેની પાસેથી કોઈપણ આધાર પુરાવા વિના 1.50 લાખમાં ખરીદી તે આ ગાડી અન્યને 2 લાખમાં વેંચી રોકડી કરવા નીકળ્યો હોવાની કબૂલાત આપી હતી જો કે રોકડી કરે તે પૂર્વે જ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મિત લાંબાની ધરપકડ કરી કાર કબ્જે કરી હતી. મિત અગાઉ ભક્તિનગર પોલીસ મથકમાં દારૂના ગુનામાં પકડાઈ ચુક્યો છે.