ઘણા સમયથી બિસ્માર ધર્મશાળા રોડને નવો સીસી રોડ બનાવવા ધારાસભ્ય જયેશ રાદડીયાએ સરકારમાં અંગત રીતે રજુઆત કરી હતી
1.50 કરોડ રકમના ખર્ચે બનનાર નવા સીસી રોડનું ખાત મુહૂર્ત ધારાસભ્ય રાદડિયાએ કર્યું
ખાસ-ખબર ન્યૂઝ વીરપુર
સૌરાષ્ટ્રનું જગ વિખ્યાત યાત્રાધામ વીરપુર કે જ્યાં પૂજ્ય જલારામ બાપાની જગ્યા તરફ થી પૂજ્ય જલારામ બાપાની ધર્મશાળા તરફ જતો રસ્તો જે વીરપુરના રેલવે સ્ટેશનને પણ જોડતો રોડ છે તેમજ તાજેતરમાં જ આ રોડને સ્વ.વેલજીભાઈ સરવૈયા માર્ગ નામ અપાયું છે જે રોડ અતિ બિસમાર તેમજ ખાડા ખબડા અને ડામર ઉખડીને મસ મોટા ખાડાઓ પડી ગયા હતા જેમને લઈને યાત્રાધામના પ્રજાજનો અને દેશ વિદેશથી પૂજ્ય જલા બાપાના દર્શનાર્થે આવતા ભાવિકોને અવારનવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો, અનેકવાર આ રોડ રસ્તામાં મુસાફરો તેમજ યાત્રાળુઓના બાઈકો સ્લીપ થવાના તેમજ અકસ્માતના બનાવો પણ બન્યા છે ત્યારે વીરપુરના ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના પ્રમુખ જગદીશભાઈ સરવૈયા તેમજ ગોરધનભાઈ ધામેલીયા રાજકોટ દૂધ ડેરીના ચેરમેન તથા જનકભાઈ ડોબરીયા પૂર્વ આરોગ્ય ચેરમેન તેમજ વિરપુર ગ્રામ પંચાયતના યુવા સરપંચ રમેશભાઈ સરવૈયા તથા વિરપુરના જાગૃત યુવાનો અને ગ્રામવાસીઓએ તંત્રને તેમજ યુવા ધારાસભ્ય જયેશભાઈ રાદડીયાને અવનવાર રજૂઆતો કરતા યુવા ધારાસભ્ય જયેશભાઇ રાદડીયાએ અંગત રસ દાખવીને આ રોડને ડામર માંથી સીસી રોડ કરવા માટે સરકાર માં રજુઆત કરતા સરકાર દ્વારા રૂપિયા 1 કરોડ 50 લાખના ખર્ચે સાડા સાત મીટર પહોળા સીસી રોડનું આજે ધારાસભ્ય જયેશભાઈ રાદડીયાના હસ્તે ખાત મુર્હુત કરાયું હતું, અશોક ચોક થી પૂજ્ય જલારામ બાપાની ધર્મશાળા તેમજ રેલવે સ્ટેશન તરફનો નવો સીસી રોડ બનાવવામાં આવતા આ રોડની લંબાઈ 800 મીટર અને પહોળાઈ 7.5 મીટર 150 એમએમ ઉડાઈના સીસી રોડના ખાત મુહૂર્ત ધારાસભ્ય જયેશભાઈ રાદડીયાએ આજે કર્યું હતું, જયેશભાઈ રાદડીયાએ જણાવ્યું હતું કે વીરપુર એક જગ વિખ્યાત યાત્રાધામ છે જેમને લઈને દેશ વિદેશથી આવતા યાત્રાળુઓને આ રોડ નવો બનવાથી સુવિધાઓ મળી રહેશે અને ગ્રામજનોને પણ આ રસ્તો નવો બનવાથી અગાઉની મુશ્કેલીઓથી મુક્તિ મળશે જેમને લઈને વીરપુર આવતા યાત્રાળુઓ અને ગ્રામજનોમાં પણ ખુશીની લાગણી પ્રસરી હતી.



