સુરેન્દ્રનગર SOG ટીમે સાયલા પંથકના બંને શખ્સોને ઝડપી કાર્યવાહી હાથ ધરી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.20
સુરેન્દ્રનગર એસ.ઓ.જી ટીમને સોશિયલ મીડિયામાં એક શખ્સ પોતાના હાથમાં હથિયાર લઈ પ્રદર્શિત કરતો હોવાનો ફોટો ધ્યાને આવતા પીઆઇ બી.એસ.સિંગરખીયા દ્વારા સ્ટાફને તપાસની સૂચના આપી હતી. જે અનુસંધાને તપાસ કરતા હથિયાર પ્રદર્શિત કરતો શખ્સ સાયલા તાલુકાના અમરાપુર ગામનો વિજય વિનુભાઈ મેણીયા હોવાનું સામે આવતા આ શખ્સને અટકાયત કરી પૂછપરછ કરતાં પોતે એકાદ વર્ષ પૂર્વે લગ્ન પ્રસંગે સાયલા તાલુકાના ઢીકવાળી ગામના ખોડાભાઇ સાદુલભાઈ બાવળિયાના હથિયારથી ફોટા પડાવ્યા હોય અને બાદમાં સોશિયલ મીડિયામાં અપલોડ કર્યા હોવાનું જણાવતા એસ.ઓ.જી ટીમ દ્વારા ખોડાભાઇ સાદુલભાઈ બાવળિયાના તેઓના હથિયાર સાથે ઝડપી બંને શાખાઓ વિરુધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.