પંચનાથ હૉસ્પિટલમાં મહાદેવની કૃપાથી 30થી 96 વર્ષની ઉંમરના ગંભીર દર્દીઓ સફળતાપૂર્વક સ્વસ્થ થયા
યુવાનોથી લઈ વૃદ્ધો સુધી: ગંભીર બિમારી સામે લડી દર્દીઓને નવી જિંદગી આપે છે પંચનાથ હૉસ્પિટલ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.17
રાજકોટની પંચનાથ હોસ્પિટલ ચોક્કસ નિદાન તથા સચોટ સારવારનો પર્યાય બની ગઈ છે. અહીં બાહોશ ડોકટરોની ટીમ દ્વારા દરેક દર્દીની સુયોગ્ય નિદાન સારવાર કરવામાં આવે છે. હોસ્પિટલમાં છેલ્લા કેટલાક દિવસોમાં 30 વર્ષથી લઈને 96 વર્ષની ઉંમરના અનેક દર્દીઓ ગંભીર બિમારીમાંથી સાજા થયા છે. આધુનિક સારવાર સુવિધા, નિષ્ણાત ડોકટરો અને સદૈવ જાગૃત નર્સિંગ સ્ટાફના સંયુક્ત પ્રયાસોથી આ સિદ્ધિ મેળવી શકાઈ છે. પંચનાથ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા વિવિધ વયના દર્દીઓએ ગંભીર બીમારીઓ સામે જીત મેળવી સ્વસ્થતા પ્રાપ્ત કરી છે. હોસ્પિટલના મેનેજમેન્ટ મુજબ દર્દીઓના સકારાત્મક મનોબળ, પરિવારજનનો સહયોગ અને હોસ્પિટલની સતત સેવાભાવી કામગીરીના પરિણામે આ સફળતા મળી છે.
- Advertisement -
દર્દી પ્રમોદભાઈ ઉંમર વર્ષ 58 જે અસય તેમજ હાઈગ્રેડ તાવ, શ્વાસ ચડ્તોતો અને અતિસય નબળાઈ અને ટાઢની તકલીફ તેમજ દુર્લભ અને ભાગ્યે જ જોવા મળતો ફૂગથી થતો ન્મોનીયા સાથે ઇમર્જન્સી વિભાગમાં આવેલા હતા જે છેલ્લા બે મહિનાથી જુદી જુદી જગ્યાએ નિદાન કરાવતા હતા પરંતુ ત્યાંથી તેમને કોઈ જ જાતનું ચોક્કસ કે સચોટ નિદાન થયેલું ન હતું જે આપણી પંચનાથ હોસ્પિટલમાં અતિ તીવ્ર ન્યુમોનિયાની અસર છે જે સિટી સ્કેનના રિપોર્ટ દ્વારા ડોકટર જયસન ધામેયા દ્વારા નિદાન થયેલું હતું દર્દી અને દર્દીના સગા દ્વારા પંચનાથના ડોકટરો તથા સ્ટાફની કામગીરીને ધ્યાનમાં લઇ બધાનો આભાર માન્યો હતો. દર્દી ગોરધનભાઈ જે હતી ગંભીર ગણાતી અને ખેતરમાં વપરાતી જંતુનાશક દવા મોનોકોટો પી લીધા બાદ પંચનાથ હોસ્પિટલમાં ઇમર્જન્સી વિભાગમાં આવેલા હતા જ્યાં ઇમરજન્સીના સ્ટાફ તથા ડો. જયસન ધામેયા દ્વારા ત્વરિત અને સઘન સારવાર આપવામાં આવેલી હતી જે માત્ર ત્રણ દિવસ આઈસીયુમાં સારવાર બાદ ઝેરની અસરમાંથી રિકવર થયેલા હતા જ્યારે દર્દી યાત્રાબેન ઉંમર વર્ષ 30 જે પંચનાથ હોસ્પિટલના ઇમર્જન્સી વિભાગમાં તાવ ઉલટી ઝાડા અને નબળાઈ સાથે દાખલ થયેલા હતા જેમાં ડો. તરંગ પટેલ દ્વારા બૃસેલા એટલે કે દુધીયો તાવ હોવાનું નિદાન થયેલ હતું ચાર દિવસની સઘન સારવાર બાદ દર્દીની સ્થિતિ ખૂબ જ સારી જણાતા તથા તાવની અસર બંધ થતા રજા આપવામાં આવેલી હતી વૃશેલાના પ્રોટોકોલ અનુસાર 45 દિવસની દવા આપેલી હતી અને ફોલોઅપ રાખેલું હતું હાલમાં દર્દી એકદમ સ્વસ્થ થઈ પરત ફર્યા છે. પેશન્ટ ઇન્દિરાબેન ઉંમર 96 વર્ષને ઘરમાં પડી જવાથી થાપાનું હાડકું ફ્રેક્ચર થઈ જવાની સાથે બ્લડ પ્રેશર, હૃદયના ધબકારા વધી જવાની જૂની તકલીફ સાથે પેશન્ટનું હાઈ રીસ્ક ઓપરેશન કરવામાં આવ્યું હતું. એક કલાકના ઓપરેશન બાદ પેશન્ટને છ કલાક ઓબ્ઝર્વેશનમાં રાખી શિફ્ટ કરવામાં આવ્યા હતા. બીજે જ દિવસથી ફિઝિયોથેરાપી શરૂ કરાવી વોકરની મદદથી ચલાવવામાં આવ્યા હતા. પાંચ દિવસના રોકાણ બાદ પેશન્ટને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.



