વેરાવળ ખાતે પ્રાકૃતિક પરિસંવાદ અને પ્રદર્શન યોજાયું
વિવિધ સ્ટોલમાં અનેક પ્રકારની પ્રાકૃતિક પેદાશોનું નિદર્શન અને વેચાણ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.17
ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ અને ગીર સોમનાથ જિલ્લા ખેતીવાડી વિભાગના સંયુક્ત ઉપક્રમે આજે તાંતીવેલા ખાતે આહિર સમાજની વાડી ખાતે પ્રાકૃતિક પરિસંવાદ અને પ્રદર્શન યોજાયું હતું.
આ કૃષિ પ્રદર્શનને ખૂલ્લું મૂકતાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મંજૂલાબહેન મૂછારે જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યની સાથે ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે અગ્રેસર બન્યા છે. જિલ્લાના 12,324 ખેડૂતો દ્વારા 4,929 હેક્ટર વિસ્તારમાં પ્રાકૃતિક કૃષિ કરવામાં આવી રહી છે.
તેમણે આ અંગે વધુ આંકડાકીય વિગતો આપતા જણાવ્યું હતું કે, આઈ-ખેડૂત પોર્ટલ તેમજ કૃષિ વિભાગના સહકારથી અનેક પ્રકારની કૃષિ યોજનાઓનો લાભ ખેડૂતોને પહોંચાડવામાં આવે છે. જેનાથી જિલ્લામાં 139 પ્રાકૃતિક કૃષિ મોડેલફાર્મ કાર્યરત છે. અને આગામી સમયમાં 35 જેટલા મોડલફાર્મ બનનાર છે
કૃષિકારો દ્વારા ચાલુ વર્ષે 119 લાખ રૂપિયાનું પ્રાકૃતિક પેદાશોનું વેંચાણ મુંબઈ, સુરત, અમદાવાદ તેમજ વિવિધ માર્કેટમાં કરવામાં આવેલ છે. આત્મા પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લામાં 365 જેટલા ફાર્મર ઈન્ટરેસ્ટેડ ગ્રુપ કાર્યરત છે. તેનીવિગતોઆપીહતી.