WHOએ કહ્યુ કે, 20 વર્ષ થી 50 વર્ષ સુધીની ઉંમરના લોકોથી સૌથી વધુ કોરોના સંક્રમણ ફેલાય છે. પશ્ચિમ પ્રશાંતના દેશોમાં કોરોના વાયરસ મહામારી વિશે WHOએ રીજનલ ડાયરેક્ટર તકેશ કાસાઇએ કહ્યું કે, 20, 30 અને 40 વર્ષની ઉંમર વર્ગ વાળા લોકો દ્વારા કોરોના વાઇરસ ઝડપથી ફેલાય છે. એમાના મોટા ભાગના લોકોને એ ખબર જ હોતી નથી કે તેઓ કોરોના સંક્રમિત છે.
20 થી 50 ઉંમરના લોકો દ્વારા ફેલાઇ રહેલો વાયરસ કેટલાક લોકો માટે સૌથી વધુ ઘાતક સાબિત થઇ રહ્યો છે. વૃદ્ધ, લાંબા સમયથી બિમાર, ભીડવાળી જગ્યાએ રહેનાર વ્યક્તિઓ અને અંડર રિજર્વ્ડ વિસ્તારમા રહેનાર લોકો માટે આ વાયરસ સૌથી મુસીબત ઉભી કરી શકે છે.
- Advertisement -
કોરોના વાયરસથી સમગ્ર દુનિયામાં 2 કરોડ લોકો સંક્રમિત થઇ ગયા છે. યુરોપના કેટલાક દેશોમા સંક્રમણ ઓછુ ફેલાયુ છે, તેવુ દર્શાવે છે પરંતુ અમેરિકા અને બ્રાઝિલ જેવા દેશોમાં હજુ પણ કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યા સૌથી વધારે છે. અમેરિકા અને બ્રાઝીલ પછી ભારત ત્રીજા નંબર પર છે. કોરોના વાયરસની મહામારીને લઇને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ એક મહત્વની વાત જાહેર કરી છે.
WHOના એક્સપર્ટએ જણાવ્યુ કે ઓસ્ટ્રેલિયા, ફિલિપીંસ અને જાપાન જેવા દેશોમાં 50 વર્ષથી ઓછી ઉમરના સંક્રમિત લોકોની સંખ્યા ઝડપથી વધી રહ્યા છે. આ લોકોમાં વાયરસના સૌથી વધુ લક્ષણો જોવા મળે કે લક્ષણો જોવા મળતા નથી. આ જ કારણ છે કે આ લોકો જાણ્યે- અજાણ્યે એક બીજા સુધી ફેલાવી રહ્યા છે. પશ્વિમ પ્રશાંતના દેશોમાં કરોડો લોકો આ મહામારીના નવા ચરણમાં આવી ચૂક્યા છે. એક એવું સ્ટેજ પણ છે કે જ્યા સરકરોએ કોરોનાના વધતા કેસો સામે લડવા માટે સ્થાયી રીતે આ વિશે વિચારવું જોઇએ. સરકારના હેલ્થ કેર સિસ્ટમા સુધારો અને લોકોની આરોગ્યને લઇને જોડાયેલી સારી આદતોને સુધારવા સતત પ્રયાસ કરવો જોઇએ.