ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.13
વેરાવળ મહાજન પાંજરાપોળ દાયકાઓથી હજારો અબોલ ગૌવંશને સાર સંભાળ સાથે ઉછેરની જવાબદારી સફળતાપૂર્વક સંભાળે છે અને હાલ વેરાવળ મહાજન પાંજરાપોળ ઈણાજ, ઉંબા ગૌશાળામાં આશરે 950થી વધુ ગૌવંશ અને અબોલ જીવોનું જતન કરી તેની સારસંભાળની કામગીરી કરવામાં આવી રહેલ છે.આ કામગીરી સુદઢ રીતે ચાલુ રહે તે માટે વેરાવળ મહાજન પાંજરાપોળના ટ્રસ્ટીઓ ઇન્દ્રવદનભાઇ રણછોડદાસ શાહ,જતીનભાઇ પ્રવિણચંદ્ર શાહ,મહાજન પાંજરાપોળ ટ્રસ્ટ્રી અને ધી વેરાવળ મર્કન્ટાઈલ બેંકના ચેરમેન નવિનભાઈ શાહ, ભાવનાબેન અશોકભાઈ શાહ, અમીલાલ ગુલાબચંદ શાહ, સંજયભાઇ અમૃતલાલ શાહ, મયંકભાઈ શાહ, સુશીલભાઈ શાહ, પંકજભાઈ શાહ ,સુરેશભાઈ કંપાણી સહિત મહાજન પાંજરાપોળ ટ્રસ્ટીઓના વરદ હસ્તે ઉંબા ખાતે ગૌશાળામાં ગાયો માટે શેડ અને પાણીના હવેડાના દાતાઓ સ્વ.પુષ્પાબેન વિનાયક શાહના સ્મરણાર્થે. હસ્તે વિનાયક કલ્યાણજી ટોકરશી શાહ,રોહિત વિનાયક શાહ, રૂૂપા (કાશ્ર્મીરા) હિમાંશુ જૈન, ચિરાગ શાહના સહયોગથી ગાયોના શેડનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું.આ તકે કમીટીના સભ્યો અને ધી વેરાવળ મર્કન્ટાઈલ બેંકના જી.એમેં. અને સી.ઇ.ઓ. અતુલભાઈ શાહ, જે.બી.મહેતા, દિપકભાઈ ટીલાવત, શૈલેષભાઈ ગોસ્વામી, પુરોહિતભાઈ, શેઠભાઈ સહિતની ઉંબાના માજી સરપંચ, મુકેશભાઈ શાહ અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા તેવું રાજુભાઈ બારીયાએ એક યાદીમાં જણાવ્યું હતું.
વેરાવળ મહાજન પાંજરાપોળ દ્વારા ઉંબા ખાતે ગાયોના શેડનું લોકાર્પણ કરાયું
