મંગળવારે નેપાળમાં થયેલા સરકાર વિરોધી પ્રદર્શનો, જેના કારણે વડા પ્રધાન કે પી શર્મા ઓલીને રાજીનામું આપવાની ફરજ પડી હતી, તેના કારણે જિલ્લાઓમાં કાયદો અને વ્યવસ્થાની ગંભીર સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે નેપાળ સેનાએ બુધવારે દેશવ્યાપી પ્રતિબંધાત્મક આદેશો લાદ્યા હતા અને ત્યારબાદ કર્ફ્યુ લાગુ કર્યો હતો.
નેપાળમાં કેપી શર્મા ઓલીની સરકારને ઉથલાવનારી યુવાનોની ક્રાંતિ હવે કાબુ બહાર જઇ રહી છે. વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, મંત્રીઓએ રાજીનામા આપી દીધા તેમ છતા સ્થિતિ કાબુમાં નથી આવી રહી. ઠેરઠેર હિંસા ફાટી નીકળી છે અને લૂંટફાંટ વધી ગઇ છે. ડામાડોળ પરિસ્થિતિનો લાભ લઇને આશરે સાત હજાર જેટલા કેદીઓ વિવિધ જેલોમાંથી ભાગી ગયા છે. અચાનક જ ઓલીએ વડાપ્રધાન પદેથી રાજીનામુ આપી દેતા હાલ વચગાળાની સરકાર રચવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જ્યારે સૈન્યએ સમગ્ર દેશમાં કરફ્યૂ લાગુ કરી દીધો છે.
- Advertisement -
બૈજનાથમાં આવેલા સુધારા ગૃહમાંથી કિશોરોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો આ દરમિયાન સુરક્ષા જવાનોએ ગોળીબાર કર્યો હતો. કેદીઓએ સુધારા ગૃહમાં રાખેલા હથિયારો લૂંટવાનો પ્રયાસ કર્યો જેને રોકવા માટે આ ગોળીબાર કરાયો હતો જેમાં પાંચ કિશોર કેદીઓના મોત નિપજ્યા હતા જ્યારે અનેક ઘાયલ થયા હતા. અટકાયત કરાયેલા 176માંથી 76 કિશોરો ભાગી ગયા હતા. જ્યારે માઇરિપબ્લિકા અખબારનો દાવો છે કે સમગ્ર નેપાળમાં વિવિધ જેલોમાંથી આશરે સાત હજાર કેદીઓ ભાગી ગયા હતા. જ્યારે રાજબીરાજ જેલમાં કેદીઓએ આગ લગાવી હતી જેને કારણે નાસભાગ થઇ અને બાદમાં કેદીઓ ભાગી ગયા હતા. જ્યારે બીરગુંજ જેલમાં મોટો હોલ પાડીને કેદીઓ ભાગી ગયા હતા.
બીજી તરફ હિંસામાં અત્યાર સુધીમાં મૃત્યુ પામેલાની સંખ્યા ૨૫ને પાર પહોંચી ગઇ છે જ્યારે 600થી વધુ ઘાયલ થયા છે. બુધવારે પણ હિંસા, લૂંટની અનેક ઘટનાઓ સામે આવી હતી. આ દરમિયાન હથિયાર, કપડા, માલ સામાન, ખાધ્ય વસ્તુઓ જેને જે હાથ લાગ્યું તે લૂંટીને ભાગ્યું.
આ લૂંટના વીડિયો પણ સામે આવ્યા છે. કેટલાક વીડિયોમાં યુવાનો સુરક્ષાકર્મીઓના હથિયારો લૂંટતા પણ જોવા મળ્યા હતા. અનેક મોલમાં તોડફોડ કરીને ઘૂસ્યા હતા અને કલાકો સુધી લૂંટ ચલાવી હતી. જેને પગલે આખા મોલ ખાલી થઇ ગયા હતા. એક વીડિયો સામે આવ્યો છે જેમાં લોકો પોલીસ સ્ટેશનમાં ઘૂસી ગયા હતા અને હથિયારો લૂંટી ગયા હતા. હાલમાં સમગ્ર નેપાળમાં કરફ્યૂ લાગુ કરાયો છે જ્યારે કાઠમાંડુ એરપોર્ટને ફરી ખોલી નાખવામાં આવ્યું છે.
- Advertisement -
નેપાળ હાલ સરકાર વિહોણુ થઇ ગયું છે, સૈન્ય દ્વારા સ્થિતિ કાબુ કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. સોશિયલ મીડિયા પર પ્રતિબંધો, ભ્રષ્ટાચાર, દમનકારી નીતિઓને કારણે યુવાનોએ સરકારને ઉખાડી ફેંકી છે, તમામ મુખ્ય સરકારી ઇમારતોને આગ લગાવી દેવાઇ છે. હવે સ્થિતિ કાબુમાં રાખવા માટે વચગાળાની સરકાર રચવી પડે તેમ છે, એવામાં આ વચગાળાની સરકારની કમાન પૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કીને સોંપવામાં આવી શકે છે.
પૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલાને હાલ નેપાળના વચગાળાના નેતા જાહેર કરવામાં આવ્યા છે. સુશીલા કુર્કી નેપાળના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ રહી ચુક્યા છે. સુશીલા ભ્રષ્ટાચાર સામે આક્રામક વલણ માટે જાણિતા છે. તેમણે ભારતની બનારસ હિન્દુ યુનિવર્સિટી બીએચયુમાંથી શિક્ષણ મેળવ્યું, તેઓએ વકીલાતથી કાયદાના ક્ષેત્રમાં શરૂઆત કરી હતી. તેઓ નેપાળની સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ રહી ચુક્યા છે. તેમને વડાપ્રધાન બનાવવાની માગણી ઉઠી રહી છે. હાલ તેઓને વચગાળાના વડાપ્રધાન બનાવવામાં આવ્યા છે.