પૂર્વ ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરા અને આસિસ્ટન્ટ એન્જિનિયર જયદીપ ચૌધરીને ઝટકો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના TRP ગેમ ઝોન અગ્નિકાંડ કેસમાં ગુજરાત હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આ કેસના કુલ 15 આરોપીઓમાંથી, પૂર્વ ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરા અને ટાઉન પ્લાનિંગ શાખાના આસિસ્ટન્ટ એન્જિનિયર જયદીપ ચૌધરીએ કેસમાંથી મુક્ત થવા માટે (ડિસ્ચાર્જ)ની અરજી કરી હતી, જેને હાઇકોર્ટે ફગાવી દીધી છે.વિરોધ: સરકાર વતી નિયુક્ત થયેલા સ્પેશિયલ પી.પી. વિરાટ પોપટે આ અરજીનો સખત વિરોધ કર્યો હતો. તેમણે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે આરોપીઓ સામે પ્રાથમિક દ્રષ્ટિએ પુરાવા ઉપલબ્ધ છે.
- Advertisement -
પી.પી. પોપટે વધુમાં જણાવ્યું હતું કે, આ એક ગંભીર પ્રકારનો ગુનો છે જેમાં 27 લોકોના મૃત્યુ થયા છે અને આરોપીઓ સીધા કે આડકતરી રીતે આ ઘટના માટે જવાબદાર છે. હાઇકોર્ટના ન્યાયમૂર્તિ એલ.એસ. પીરઝાદાએ બંને પક્ષોની લાંબી સુનાવણીના અંતે આરોપીઓની ડિસ્ચાર્જ અરજીને રદ કરી દીધી હતી. આ નિર્ણયથી આ કેસની કાનૂની લડાઈ વધુ આગળ ધપશે તેવું મનાય છે.