સિયાચીન બેઝ કેમ્પ પર મોટા હિમપ્રપાતમાં ત્રણ સૈનિકોના મોત થયા. તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી, અને ફસાયેલા સૈનિકોના મૃતદેહ મળી આવ્યા
લદ્દાખના સિયાચેન ગ્લેશિયર પર હિમસ્ખલનની ઘટના સામે આવી હતી, જેમાં ભારતીય સૈન્યના ત્રણ જવાનો શહીદ થઇ ગયા છે જ્યારે પાંચ જવાનો ગુમ છે જેની શોધખોળ ચાલી રહી છે. વિશ્વના સૌથી ઉંચા યુદ્ધ ક્ષેત્ર તરીકે ઓળખાતા સિયાચેનમાં -60 ડિગ્રી તાપમાનમાં જવાનો દેશની સુરક્ષા કરી રહ્યા છે. જેમને હિમસ્ખલનની આફતનો સામનો કરવો પડયો હતો. જે ત્રણ જવાનો શહીદ થયા છે તેમાં ગુજરાતના એક જવાનનો પણ સમાવેશ થાય છે.
- Advertisement -
ત્રણેય જવાનો મહાર રેજીમેંટ સાથે જોડાયેલા હતા, એક જવાન ગુજરાત જ્યારે બીજો ઉત્તર પ્રદેશ અને ત્રીજો ઝારખંડનો રહેવાસી છે. જ્યારે પાંચ જેટલા જવાનો હિમસ્ખલન બાદ ફસાઇ ગયા હતા જેમને રેસ્ક્યૂ કરવા માટે મોટા પાયે ઓપરેશન શરૂ કરાયું હતું. સિયાચેનમાં ભુસ્ખલન કે હિમપ્રપાતની ઘટનાઓમાં અવાર નવાર જવાનો શહીદ થતા હોવાની ઘટનાઓ સામે આવતી રહી છે. જે ત્રણ જવાનો હાલ શહીદ થયા છે તેમાં બે અગ્નિવીરોનો પણ સમાવેશ થાય છે. હાલમાં રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. જ્યારે એક કેપ્ટનને બચાવાયા છે.