બે યુવતી અને રાજદીપ સહિત ચાર સામે થઈ હતી ફરિયાદ
રીબડાના અમિત ખૂંટ આત્મહત્યાકેસમાં ફરાર આરોપી રાજદીપસિંહ જાડેજાના ગુજરાત હાઈકોર્ટ દ્વારા આગોતરા જામીન ફગાવી દેવામાં આવ્યા છે. 3 મેના રોજ રાજકોટમાં મોડલિંગક્ષેત્રે કાર્યરત સગીરાએ અમિત ખૂંટ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ 5 મેના રોજ અમિત ખૂંટે ગોંડલના રીબડામાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ કેસમાં રાજદિપસિંહ જાડેજા અને તેના પિતા અનિરૂદ્ધસિંહ તથા અન્ય બે આરોપીઓ સામે અમિત ખૂંટના ભાઈ મનીષ ખૂંટે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદ નોંધાયા બાદ રાજદીપસિંહ ભાગેડુ આરોપી છે. ગોંડલ સેશન્સ કોર્ટે તેની આગોતરા જામીન અરજી ફગાવી દીધા બાદ તેણે ગુજરાત હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી.
કેટલાક આરોપીઓ સામે ગોંડલ સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ થઈ ગઈ છે. અરજદાર રાજદીપસિંહ પકડાયો નથી. એક આરોપી સગીરા છે. ઉપરાંત અન્ય આરોપી રહીમ મકરાણી અને અતા ઉલા ભાગેડું છે. ફરિયાદ મૂળ 04 આરોપી સામે કરવામાં આવી હતી. જેમાં અનિરૂદ્ધસિંહ, રાજદીપસિંહ અને બે યુવતીઓનો સમાવેશ થાય છે. 05 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે, જેમાં એક સગીર આરોપી છે.
ચાર્જશીટ મુજબ અનિરુદ્ધ સિંહ અને રાજદીપસિંહ આરોપી છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં અમિત ખૂંટે આરોપીઓ સામે પોલીસ ફરિયાદ કરી હતી.