મોડી રાત્રે ઘરમાં સૂતેલા પત્ની પર લાકડી વડે હુમલો કરી હત્યા નિપજાવી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.6
થાનગઢ પંથકના સોનગઢ ગામે માનસિક અસ્થિર પતિએ જ પોતાના પત્નીની લાકડી વડે માર મારી હત્યા નીપજાવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે જેમાં થાનગઢ તાલુકાના સોનગઢ ગામે રહેતા મનસાબેન બહાદુરભાઈ જળુ ગઈકાલે મોડી રાત્રે પોતાના ઘરમાં સુતા હોય તેવા સમયે અચાનક માનસિક અસ્થિર મગજના પતિ બહાદુરભાઈ જળું દ્વારા પત્ની મનસાબેન પર લાકડી વડે હુમલો કરતા પત્નીના માથાને ભાગે ગંભીર ઇજા પહોંચી હતી જેથી મહિલાનું ઘટના સ્થળે જ મોત નીકળ્યું હતું આ તરફ પતિ બહાદુરભાઇ દ્વારા પત્નીની હત્યા કરી પોતે થાનગઢ પોલીસ મથકે સરન્ડર થયા હતા જ્યારે પોલીસને સમગ્ર ઘટનાની જાણ થતાં તાત્કાલિક લીમડી ડિવિઝનના ડીવાયએસપી વિશાલ રબારી તથા થાનગઢ પોલીસ મથકના પીઆઇ વી કે ખાટ સહિતના અધિકારીઓ સોનગઢ ગામે ઘટના સ્થળે દોડી ગયા હતા જ્યાંથી તેઓને પ્રાથમિક વિગત મળી હતી કે પત્નીની હત્યા કરનાર પતિ બહાદુરભાઇ જળું પોતે માનસિક અસ્થિર હોય અને છેલ્લા કેટલાક સમયથી તેઓની માનસિક સારવાર પણ ચાલતી હોય આ તરફ પતિએ જ પત્નીની હત્યા નીપજાવી હોવાથી થાનગઢ પોલીસમાં મથકે બહાદુરભાઇ ટપુભાઈ જળું વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી
થાનગઢના સોનગઢ ગામે માનસિક અસ્થિર પતિના હાથે પત્નીની હત્યા
