રૂખડિયાપરામાં મોડી રાત્રે SOGનો બાતમી આધારે દરોડો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં માદક પદાર્થોનું વેચાણ કરતા પેડલરો ઉપર શહેર એસઓજી રીતસરની ધોંસ બોલાવી રહી છે સતત બીજા દિવસે એનડીપીએસનો કેસ કરી પેડલરોની ચેઇન તોડી નાખી છે ગઈકાલે એમડી ડ્રગ સાથે બેને દબોચી લીધા બાદ આજે રૂખડિયાપરામાં દરોડો પાડી ચાર શખ્સોને 16.298 કિલો ગાંજા સાથે દબોચી લઇ પૂછતાછ કરતા પોતે બિહારથી લાવ્યા હોવાનું અને ત્યાંથી ટ્રેન મારફત અમદાવાદ અને ત્યાંથી બસ મારફત રાજકોટ આવ્યા હોવાની કબૂલાત આપતા પોલીસે ધરપકડ કરી 1,72,980નો મુદામાલ કબ્જે કરી પ્રનગર પોલીસમાં ગુનો રજીસ્ટર કરાવી વધુ તપાસ અર્થે પ્રનગર પોલીસને કબ્જો સોંપ્યો છે.
યુવાધન નશાના રવાડે ન ચડે તે માટે ચાલી રહેલી સે નો ટુ ડ્રગ્સ ઝુંબેશ અંતર્ગત માદક પદાર્થોનું ખરીદ વેંચાણ કે હેરાફેરી કરનારા શખ્સોને દબોચી લઇ કડક કાર્યવાહી કરવા પોલીસ કમિશ્નર બ્રજેશ ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડિયા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ બી બી બસિયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ એસઓજી પીઆઇ એસ એમ જાડેજા, પીએસઆઈ એમ. બી. ધાસુરા અને તેમની ટિમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન સ્ટાફના હેડકોન્સ. ઉપેન્દ્રસિંહ ઝાલા, હરદેવસિંહ જાડેજા, યોગરાજસિંહ ગોહિલ અને અનોપસિંહ ઝાલાને બાતમી મળી હતી કે રૂખડીયાપરામાં ઢાળ ઉતરતા જાહેર શોૈચાલય નજીક ચાર શખ્સો માદક પદાર્થ સાથે આવવાના છે આ બાતમી આધારે ટીમે શોૈચાલય નજીક આવેલા મંદિર પાસે વોચ ગોઠવી હતી ત્યારે બાતમી મુજબના ચાર શખ્સો આવતા જ ચારેયને દબોચી લીધા હતાં તેમની પાસે રહેલા થેલાઓ ચેક કરતાં માદક પદાર્થ ગાંજો મળી આવ્યો હતો જેથી ચારેયને પકડી લઇ તેની પાસેથી 1,62,980 રૂપિયાનો 16.298 કિલોગ્રામ ગાંજો કબ્જે કરાયો હતો.
પોલીસે ચારેયના નામઠામ પૂછતાં રૂખડિયાપરામાં રહેતો અભય ઉર્ફ અભલો ભુરાભાઇ અદાણી ઉ.24, આ જ વિસ્તારનો અસમલ ઉર્ફ સરકિટ બસીરભાઇ શેખ ઉ.29, કિશન સુરેશભાઇ નાયડુ ઉ.19 તથા પોપટપરામાં રહેતો કરણ મોહનભાઇ અઠવલે ઉ.19 હોવાનું જણાવ્યું હતું ચારેય સામે પ્ર.નગર પોલીસમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવી ધરપકડ કરી બે મોબાઈલ સહીત 1,72,980નો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ અર્થે ચારેયને પ્ર.નગર પોલીસને સોંપવામાં આવ્યા હતાં.
- Advertisement -
પ્રાથમિક તપાસમાં અભય ઉર્ફ અભલો સહિતના છુટક કામ કરે છે પૈસા કમાવવા માટે અભય ગાંજો વેંચવાના રવાડે ચડયો હતો. બિહારથી ચારેય ગાંજો લાવ્યા હતાં. ટ્રેન મારફત અમદાવાદ પહોંચી ત્યાંથી બસમાં બેસી રાજકોટ આવ્યા હતાં અભય પડીકઓ બનાવે છે અને બાકીના ત્રણ વેંચવામાં મદદ કરતા હતા જો કે આ ગાંજો વેંચે તે પૂર્વે જ એસઓજીએ દબોચી લીધા હતા પકડાયેલ ચાર પૈકી અસલમ ઉર્ફે સર્કિટ પ્રનગર પોલીસમાં એક ગુનામાં અને કરણ યુનિવર્સીટી પોલીસમાં એક ગુનામાં પકડાઈ ચુક્યા છે.
ગાંજા માટે બિહારનું કનેક્શન પહેલીવાર ખુલ્યું
રાજકોટ પોલીસ દ્વારા અગાઉ અનેક પેડલરોને ગાંજા સાથે દબોચી લીધા છે જેમાં મોટાભાગે સુરત અથવા ઓરિસ્સાનું કનેક્શન ખુલતું હોય છે પરંતુ આ કેસમાં કદાચ પ્રથમ વખત બિહારનું કનેક્શન ખુલ્યું છે જે ચોંકાવનારું છે.
ચારેય પાર્ટનર, શંકા ન જાય એટલે બધાએ થોડો થોડો જથ્થો પોતાની પાસે રાખ્યો હતો
રાજકોટ એસઓજીના હાથે મસમોટા ગાંજાના જથ્થા સાથે પકડાઈ ગયેલા ચારેય પેડલરો અભય, અસલમ, કિશન અને કરણ ચારેય પાર્ટનર હોવાનું જાણવા મળ્યું છે ચારેય ગાંજો લેવા બિહાર ગયા હતા જથ્થો મોટો હોય કોઈને શંકા ન જાય તે માટે બધાએ પોતપોતાની પાસે થોડો થોડો જથ્થો રાખ્યો હતો અને રાજકોટ પહોંચ્યા હતા.