જિલ્લા SOG ટીમ દ્વારા દરોડો કરી 18.400 કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.5
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા તરીકે પ્રેમસુખ ડેલુની નિમણૂક થતા જ જિલ્લામાં તફી પ્રથમ અસામાજિક પ્રવૃતિ પર અંકુશ મૂકવા જુદી જુદી ટીમ બનાવી સૂચના આપી હતી જેમાં જિલ્લા એસઓજી ટીમને લીંબડી તાલુકાના ઉધલ ગામે વાડી વિસ્તારમાં લીલા ગાંજાનું વાવેતર કરાયું હોવાની ચોક્કસ બાતમીને આધારે એસઓજી પીઆઇ ભાવેશભાઈ શિંગરખીયા, પીએસઆઇ આર.જે.ગોહિલ, અનિરુધ્ધસિહ, કુલદીપસિંહ સહિતના સ્ટાફ દ્વારા ઉધલ ગામે લાભુભાઈ નારુભાઈ છનોરાની વાડી ખાતે કપાસની આડમાં વાવેતર કરેલ ગાંજાના 140 છોડ વજન 18.400 કિલોગ્રામ કિંમત 1.84 લાખ રૂપિયાના જપ્ત કરી ગેરકાયદેસર નશાકારક દ્રવ્ય રાખવા અને વાવેતર કરવા બદલ લાભુભાઈ નારુભાઈ છનોરા વિરુધ ગુન્હોનોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.