ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.5
હવામાન વિભાગની આગાહીના પગલે આગામી તારીખ 7 સુધી વરસાદ પાડવાની આગાહી કરતા ગઈકાલ રાતથી જૂનાગઢ જિલ્લામાં વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. અને સમગ્ર જિલ્લામાં વાદળો ઘેરાતા રાત્રીના 10 વાગ્યા બાદ વરસાદી માહોલ જામ્યો છે.
જૂનાગઢ શહેર સહીત જિલ્લાના તાલુકામાં હળવા થી મધ્યમ વરસાદી ઝાપટા શરુ થયા છે.જેમાં સૌવથી વધુ વરસાદ ભેસાણ તાલુકામાં રાત્રીના 10 થી અત્યાર સુધી 3 ઇંચ વરસાદ નોંધાયો છે જયારે વિસાવદરમાં આજે બે કલાકમાં 2 ઇંચ વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતા એજ રીતે જૂનાગઢ શહેરમાં રાત્રીથી વરસાદ શરુ થતા અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો આમ જિલ્લાના અન્ય તાલુકામાં વરસાદી માહોલ વચ્ચે હળવાથી ભારે વરસાદી ઝાપટા પડ્યા હતા જયારે હજુ અનેક વિસ્તારમાં જ્યાં વરસાદ ઓછો પડ્યો છે તે ખેડૂતોને ખેતી પાકમાં ફાયદો જોવા મળતા ધરતીપુત્રોમાં ખુશી જોવા મળી રહી છે.