પતિએ બોથડ પદાર્થ વડે પત્નીની હત્યા કરતા ચકચાર
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.2
સુરેન્દ્રનગર જિલ્લાના ગુંદિયાળા ગામે ખેત મજૂરી કામ કરવા આવેલા પરપ્રાંતીય મજૂર દંપતી વચ્ચે સામાન્ય બાબતે માથાકુટ થતા પતિએ જ પત્નીનું ઢીમ ઢાળી દીધું હતું. જ્યારે આ અંગે વળી માલિકને જાણ થતા પોલીસનો સંપર્ક કરી તાત્કાલિક જોરાવરનગર પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે પહોંચી હત્યારા પતિને ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી. જાણવા મળતી વિગતો અનુસાર વઢવાણ તાલુકાના ગુંદિયાળા ગામે વાડી વિસ્તારમાં ખેત મજૂરી કામ કરવા માટે આવેલા મધ્યપ્રદેશ રાજ્યના દંપતી પોતાના બે બાળકો સાથે ઉપેન્દ્રભાઈ છગનભાઈ પટેલની વાડી ખાતે રહેતા હતા અને ખેત મજૂરી કામ કરતા હતા આ વાડીમાં કામ કરતા કાલિયા ઉર્ફે કાળુભાઇ મગનભાઈ ઓહરિયા દ્વારા 1 સપ્ટેમ્બરના રોજ વહેલી સવારે પોતાની પત્ની નિર્લીબેન ઉર્ફે નૂરીબેન પાસે રૂપિયાની માંગણી કરી હતી પરંતુ પત્નીએ રૂપિયા આપવાની મનાઈ કરતા બંને પતિ પત્ની વચ્ચે ઝગડો થયો હતો જે ઝગડામાં પતિ ઉશ્કેરાઈ જઇ પત્ની પર બોથડ પદાર્થ વડે હુમલો કરી હત્યા નિપજાવી હતી આ તરફ મહિલાની હત્યા થઈ હોવાની જાણ વાડી માલિકને થતા તેઓ દ્વારા તાત્કાલિક સ્થાનિક પોલીસનો સંપર્ક કર્યો હતો જેને લઇ જોરાવરનગર પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ હત્યારા પતિ કાલિયા ઉર્ફે કાળુભાઇ મગનભાઈ ઓહરિયાને ઝડપી મૃતક પત્નીના મૃતદેહને પીએમ અર્થે ખસેડી વાડી માલિકની ફરિયાદના આધારે હત્યારા પતિ વિરુધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.