સિખલીગર ગેંગનો સાગરીત અગાઉ 3 ગુનામાં પકડાઈ ચુક્યો છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
એલસીબીની ટીમે જેતપુર, ઉપલેટા અને ધોરાજી સહિતના વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીના ચાર ગુનામાં ફરાર સીખલીગર ગેંગનાં સાગરીતને રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.ની ટીમે દબોચી લઇ ધોરણસરની કાર્યવાહી કરી હતી પકડાયેલો તસ્કર અગાઉ ઘરફોડ અને વાહન ચોરીના 3 ગુનામાં સંડોવાઈ ચુક્યો છે. રાજકોટ જિલ્લા ગ્રામ્ય એલસીબી પીઆઇ વી વી ઓડેદરા અને ટિમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન સ્ટાફને મળેલી બાતમી આધારે ખેડાના સિખલીગર ગેંગના સાગરીત કરતારસીંગ ઈશ્વરસીંગ ટાંકને જેતપુર બસ સ્ટેશન પાસેથી પકડી લીધો હતો. આરોપી ઉપલેટા અને જેતપુરમાં ઘરફોડ ચોરી સહિત ચાર ગુનામાં ફરાર હતો. તે અગાઉ નડીયાદ અને આણંદમાં ઘરફોડ અને વાહન ચોરી સહિત ત્રણ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. હાલ પોલીસે આરોપી કરતારસિંગની પુછપરછ કરી આરોપીને જેતપુર અને ઉપલેટા પોલીસને સોપવા તજવીજ હાથ ધરી છે.