ગણેશ મહોત્સવ રોજ વિવિધ ક્ષેત્રના આગેવાનો મહાઆરતીનો લાભ મેળવે છે
ગઇકાલે રવિવારે યોજાયેલા મહારક્તદાન કેમ્પમાં 133 યુનિટ જેટલું રક્ત એકત્ર થયું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સર્વેશ્ર્વર ચોકમાં સર્વેશ્ર્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે ભવ્ય ગણેશોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે અયોધ્યાના રામમંદિર પર આધારિત પંડાલ ભાવિકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. સાથે જ બાર જ્યોતિર્લિંગ તથા દુંદાળાદેવના દર્શનની અનોખી ઝાંખી જોવા મળી રહી છે. અહીં દરરોજ સવારે 8:30 કલાકે મંગળા આરતી, સાંજે 7:45 કલાકે મહાઆરતી અને રાત્રે 12:00 કલાકે શયન આરતીનો ભવ્ય કાર્યક્રમ યોજાય છે.ટ્રસ્ટના જણાવ્યા મુજબ, રોજ 30,000 થી 40,000 ભાવિકો દર્શન માટે પધારે છે અને પોતાની મનોકામનાઓ પુરી કરે છે. રોજ દાદાને વિશેષ શણગાર અને વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. જેમાં રવિવારના રોજ મહારક્તદાન કેમ્પ યોજાયો હતો. આ મહારક્તદાન કેમ્પમાં 133 યુનિટ રક્ત એકત્ર થયુ હતું. આ ઉપરાંત આજે અનાથ બાળકોના હસ્તે મહાઆરતી કરવામાં આવશે. તેમજ બાળકોને ભોજન કરાવી આકર્ષક ભેટ આપવામાં આવશે.
ગણેશ મહોત્સવના બે દિવસ મોટી સંખ્યામાં ભાવિકો અને શહેરના શ્રેષ્ઠીગણ તેમજ સમાજના આગેવાનો સહિત રાજકીયક્ષેત્રના તમામ મહાનુભાવો બાળ સ્વરૂપ ગજાનન દાદાના દર્શને આવી મહાઆરતીનો લાભ લીધો હતો. ત્યારે મહોત્સવના ચોથા દિવસે 30 ઓગસ્ટને શનિવારે સંધ્યા આરતીમાં કસ્તુરી એન્ટરપ્રાઇઝના ભાગીદાર આશિષભાઈ મહેતા સહ પરિવાર, રાજકોટ ઇન્ટેલિજન્સ બ્યુરોના પી.આઈ લાંબા દર્શનમાં તથા પીએસઆઇ ગૌસ્વામી ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મહોત્સવના ચોથા દિવસે 31 ઓગસ્ટના રોજ સંધ્યા આરતીમાં બ્રિજેશભાઈ નંદાણી સહપરિવાર તેમજ રાજુભાઈ માનસત્તા તથા જતીનભાઈ માનસતા સહ પરિવાર તેમજ રાજકોટના અગ્રણી બિલ્ડર મયુરધ્વજસિંહ જાડેજા સહ પરિવાર ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત રાજકોટના પનોતા પુત્ર સ્વ વિજયભાઈ રૂપાણીના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી તેમજ નીતિનભાઈ ભારદ્વાજ સહ પરિવાર તથા કાશ્મીરાબેન નથવાણી સહિતનાઓએ દર્શનનો લાભ લીધો હતો તેમજ એ ડિવિઝન પીઆઈ બોરીસાગર તેમના પત્ની સાથે દર્શનનો લાભ લીધો હતો.