જય શ્રીરામ… વડોદરા પોલીસ જિંદાબાદના નારા લાગ્યા
ખાસ-ખબર ન્યૂઝ વડોદરા
- Advertisement -
વડોદરામાં ગણપતિની મૂર્તિ પર ઈંડાં ફેંકવાના મામલે સિટી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. આ ઘટનામાં સંડોવાયેલા ત્રણ આરોપી સમીર, અનસ અને જુનેદને પકડીને પોલીસે તેમનું સરઘસ કાઢ્યું હતું, જેમાં ત્રણેયે બે હાથ જોડીને માફી માગી હતી. આરોપીઓને દોરડાથી બાંધીને વિસ્તારમાં ફેરવવામાં આવ્યા હતા. સરઘસ દરમિયાન આરોપીઓ લંગડાતાં જોવા મળ્યા અને તેમને ચાલવામાં તકલીફ પડતી હતી. પોલીસે આરોપીઓ પાસેથી ઈંડાં ખરીદવાની જગ્યા અને જ્યાં ઈંડાં ફેંકવામાં આવ્યાં એ સ્થળની માહિતી મેળવી હતી. આ ઘટના બાદ સ્થાનિક લોકોએ “જય શ્રીરામ” અને “વડોદરા પોલીસ જિંદાબાદ”ના નારા લગાવીને પોલીસની કાર્યવાહીનું સમર્થન કર્યું હતું.સામાજિક કાર્યકર વિશાલ મહાદેવ મોરેએ જણાવ્યું હતું કે ઈંડાં મારવાની ઘટના પ્રી-પ્લાન હતો અને આની પાછળ પણ કોઈ મોટા માણસનો હાથ હશે એવું લાગી રહ્યું છે અને પોલીસને એક જ નિવેદન છે કે આની પાછળ જે હાથ છે, જે ગુનેગારો છે તેમને કડકમાં કડક સજા થાય. પોલીસની કામગીરી ખૂબ જ પ્રશંસનીય છે.



