‘ખાસ ખબર’ના અહેવાલનું પરિણામ
ત્રણ વર્ષથી બંધ પડેલું કામ અહેવાલને પગલે ફરીથી શરૂ કરાયું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.30
સુરેન્દ્રનગર જિલ્લામાં કથળતી આરોગ્યની સેવાઓને લઈ ઠેર ઠેર દર્દીઓની અવદશા નજરે પડે છે એક તરફ ધ્રાંગધ્રા શહેરના મુખ્ય ગણાતા સરકારી હોસ્પિટલમાં તમામ આરોગ્યની સાધન સામગ્રી છતાં સ્ટાફ અને તબીબોના અભાવે દર્દીઓને રિફર અથવા તો ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે જવું પડે છે ત્યારે બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોની પણ કઈક આવી જ હાલત છે જેમાં કેટલાક ગામોમાં અધૂરા પડેલા પી.એચ.સી સેન્ટરની લીધે ગ્રામજનોને પ્રસૂતા અથવા કોઈપણ પ્રકારની સવાર અર્થે અડધી રાત્રે પણ ધ્રાંગધ્રા ખાનગી હોસ્પિટલ ખાતે દોડવું પડે છે. આ પ્રકારનો સ્થિતિ ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ તથા રાવળીયાવદર ગામ ખાતે હતી જેમાં છેલા ત્રણેક વર્ષથી અધૂરા પડેલા પી.એચ.સી સેન્ટરના કામ અંગે સ્થાનિકો દ્વારા અનેક રજૂઆતો કરવા છતાં તંત્રને ગગનમાં ગાજતું હોય તેવું નજરે પડતું હતું જેને લઈ “ખાસ ખબર” દ્વારા 31/7/2025ના રોજ અહેવાલ પ્રસિધ્ધ કરાયો હતો. “ખાસ ખબર”ના અહેવાલને લઈ રંગે સફાળી જાગ્યું હતું અને રાવળીયાવદર તથા ગાજણવાવ ગામે પી.એચ.સી સેન્ટરની તાત્કાલિક અધૂરું કામ પૂર્ણ કરવા આદેશ છૂટયા હતા જેને લઇ હાલ બંને ગામોમાં વર્ષોથી અધૂરા પડેલા સારવારના કેન્દ્રોને કામ શરૂ કરાયા છે. ત્યારે ફરી એક વખત ખાસ ખબરની ધારદાર કલમન લીધે વર્ષોથી ઘર આંગણે આરોગ્યની રાહમાં બેઠેલા ગ્રામજનોની આશા પૂર્ણ થાય તે તરફની દીશાનો રસ્તો સ્પષ્ટ થયો છે.