ટ્રમ્પ વહીવટીતંત્રે સોમવારે પ્રકાશિત એક ડ્રાફ્ટ નોટિસમાં ભારતના ઉત્પાદનો પર 50% ટેરિફ લાગુ કરવાની યોજનાની રૂપરેખા આપી હતી.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર આયાત શુલ્ક (ટેરિફ)માં 50% વધારો કરવાની જાહેરાત કરી છે. તેમના વહીવટીતંત્ર દ્વારા જારી કરાયેલી નોટિસ અનુસાર, આ નવી ટેરિફ સિસ્ટમ 27 ઓગસ્ટના રોજ રાત્રે 12:01 વાગ્યાથી અમલમાં આવશે. આ પગલાથી ટ્રમ્પ અને ભારત વચ્ચે પહેલાથી જ તણાવપૂર્ણ સંબંધો વધુ બગડવાની ધારણા છે.
- Advertisement -
અમેરિકાએ ભારતથી આયાત થતી વસ્તુઓ પર વધારાના 25 ટકા એટલે કે કુલ 50 ટકા ટેરિફને લઈને સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યું છે. નવા ટેરિફ 27 ઑગસ્ટ, 2025ના રોજ 12.01 વાગ્યાથી લાગુ પડશે. ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈને વાટાઘાટો ચાલી રહી હતી જે નિષ્ફળ ગઈ. બીજી તરફ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે ભારત રશિયાથી ઓઇલ ખરીદે છે જેના કારણે યુક્રેન યુદ્ધ રોકાઈ રહ્યું નથી. જે બાદ અમેરિકાએ ભારત પર કુલ 50 ટકા ટેરિફ ઝીંકવાની જાહેરાત કરી હતી. ભારતથી અમેરિકા જતાં સામાન પર 50 ટકા ટેરિફ વસૂલવામાં આવશે.
કઈ કઈ વસ્તુઓ પર નહીં લાગે ટેરિફ?
- Advertisement -
ફાર્માસ્યુટિકલ્સ, સેમિકંડક્ટર્સ, ઊર્જા સંસાધન
ભારત અમેરિકામાં કુલ 87 બિલિયન ડૉલરની નિકાસ કરે છે જે દેશના GDPનો 2.5 ટકા હિસ્સો છે
ટેરિફના કારણે કયા ક્ષેત્રો પર સૌથી વધુ અસર થશે?
ટેક્સટાઇલ (કપડાં), રત્ન-આભૂષણ, ચામડું, સમુદ્રી ઉત્પાદન, રસાયણ, ઓટો પાર્ટ્સ
આજે PMOમાં યોજાઈ શકે છે બેઠક
બીજી તરફ અમેરિકાના ટેરિફની સમીક્ષા તથા જરૂરી પગલાંની ચર્ચા કરવા માટે આજે PMOમાં બેઠક યોજાય તેવી શક્યતા છે.