સૌપ્રથમ વખત ખાસ-ખબરમાં જૂઓ તસવીર…. મંદિર 2022 સુધીમાં તૈયાર થશે
મંદિરની બહારની બાજુ અરબી સંસ્કૃતિની ઝલક દેખાશે; અંદર 15 દેવી-દેવતાને સ્થાપિત કરાશે
- Advertisement -
મંદિરના મુખ્ય હોલની છત અષ્ટભુજાકાર હશે, અહીં સૂર્યકિરણો પણ પ્રવેશ કરી શકશે
યુએઈના દુબઈ શહેરમાં અહીંનું બીજું હિંદુ મંદિર બનવા જઈ રહ્યું છે. તેનું આજકાલ જોરશોરથી કામ ચાલી રહ્યું છે. આ અબુધાબીમાં બની રહેલા બીએપીએસ હિંદુ મંદિર પછી બીજુ ભવ્ય મંદિર હશે. 82 હજાર ચોરસ મીટરમાં બની રહેલા આ મંદિરમાં 15 હિંદુ દેવી-દેવતાને સ્થાપિત કરાશે.
અહીં એક જ વખતે 1500થી વધુ શ્રદ્ધાળુ દર્શન કરી શકશે અને મોટા આયોજનમાં સામેલ પણ થઈ શકશે.
- Advertisement -
આ મંદિરની ઊંચાઈ 24 મીટર હશે. તેનો બહારનો દેખાવ પરંપરાગત અરબી મશરબિયા ડિઝાઈનથી પ્રેરિત છે, જ્યારે મંદિરની અંદર સંપૂર્ણપણે ભારતીય હિંદુ સંસ્કૃતિની ઝલક દેખાશે. આ મંદિરની બહારની ડિઝાઈન માટે સાઉદી અરબ અને જોર્ડનથી પથ્થરો મગાવાયા છે. મંદિરનો પ્રાર્થના હોલ 5 હજાર ચોરસ મીટરનો હશે. તેમાં સફેદ અને કાળા પથ્થરોનો સમન્વય દેખાશે. તેની અંદરના પિલ્લરની ડિઝાઈન ગુજરાતના સોમનાથ મંદિરથી પ્રેરિત છે. આ મંદિરનું શિખર હિંદુ મંદિરની નાગર શૈલીની વાસ્તુકલા આધારિત છે.
રૂ.550 કરોડના ખર્ચે મંદિર નિર્માણ કરાશે
મંદિરના જનરલ મેનેજર ગોપાલ કોકાણીએ ભાસ્કરને જણાવ્યું કે, આ મંદિર નિર્માણ પાછળ રૂ. 550 કરોડનો ખર્ચ થશે. આ મંદિર સંપૂર્ણપણે બની ગયા પછી દુબઈના જાણીતા શેખ જાએદ રોડ પરથી તેનું પિત્તળનું શિખર દેખાશે.
મંદિર પરિસરમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, ધાર્મિક સમારંભો માટે એક બેન્ક્વેટ હો, રસોઈ ઘર, શૈક્ષણિક હોલ સિવાય લગ્નો સહિતના આયોજનો માટે પણ જગ્યા રાખવામાં આવી છે.