આણંદ નગરપાલિકાના ભૂતપૂર્વ કોંગ્રેસ કાઉન્સિલર ઇકબાલ મલેક ઉર્ફે બાલાની મંગળવારે સવારે બાકરોલ તળાવ પર નિયમિત મોર્નિંગ વોક દરમિયાન ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી
આણંદ શહેરમાં આજે સવારે પૂર્વ કાઉન્સિલરની હત્યા કરી નાંખવામાં આવી છે. કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર ઇકબાલ મલેક ઉર્ફે બાલાની છરીના ઘા ઝીંકીને હત્યા કરી નાંખવામાં આવી છે. પૂર્વ કાઉન્સિલરની હત્યાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે અને વધુ તપાસ હાથ ધરી છે. આણંદના બાકરોલ વિસ્તારમાં આવેલ તળાવ પાસે આજે સવારે કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર ઈકબાલ મલેક ઉર્ફે બાલાની ચપ્પુના ઘા ઝીંકીને ઘાતકી હત્યા થતા ચકચાર મચી છે.
- Advertisement -
પૂર્વ કાઉન્સિલરની હત્યાથી પરિવાર સહિત કોંગ્રેસમાં શોકનો માહોલ
આ ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. પૂર્વ કાઉન્સિલરની હત્યાથી પરિવાર સહિત કોંગ્રેસમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.
મળતી માહિતી મુજબ પૂર્વ કાઉન્સિલર સવારે ચાલવા માટે બાકરોલ તળાવ પાસે ગયા હતા. આ દરમિયાન અજાણ્યા શખસોએ તેમને આંતરી છરીના ઉપરા છાપરી ઘા ઝીંકી દીધા હતા. હુમલા બાદ શખ્સો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. ગંભીર રીતે ઘાયલ પૂર્વ કાઉન્સિલરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થાતં જ Dysp સહિત વિદ્યાનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. પોલીસે હત્યારાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.




