ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેર પોલીસ હેડ ક્વાર્ટરના પરેડ ગ્રાઉન્ડ ખાતે કાલે 15 ઓગસ્ટના રોજ સવારે 9 કલાકે 79માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવશે તેમજ રાજકોટ શહેર પોલીસ દ્વારા ધ્વજવંદન અને પરેડ યોજવામાં આવશે.
જેના ભાગરૂપે સ્વતંત્રા દિવસ પૂર્વે આજે 14 ઓગસ્ટના રોજ સવારે રાજકોટ પોલીસની જુદી-જુદી પ્લાટુન દ્વારા રીહર્સલ કરવામાં આવ્યુ હતું. આ તકે રાજકોટ પોલીસના અનેક ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ વર્ષે સ્વતંત્રતા પર્વની રાજકોટ શહેર કક્ષાની ઉજવણી ચૌધરી હાઇસ્કૂલમાં અને જિલ્લાકક્ષાની ઉજવણી પડધરી તાલુકાના તરઘડી ગામમાં જવાહર નવોદય વિદ્યાલય ખાતે કરવામાં આવશે.