મોરબીના વાવડી રોડ પર અધિકારીઓની ચકાસણી
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.14
મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ શહેરની સફાઈ બાબતે વધુ સુદ્રઢ કામગીરી થઈ રહી હોય તેવું ચિત્ર ઉપસ્યું છે.
મનપાના કમિશ્નર દ્વારા અલગ અલગ વિસ્તારોમાં અવાર-નવાર સફાઈ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે તેમજ જે તે વિભાગના શાખા અધિકારી ડે કમિશનર દ્વારા ચકાસણીની સાથે સાથે જાહેરમાં ગંદકી કરતા તત્વો સામે પણ કડક એકશન લેવામાં આવી રહ્યા છે
જે અંતર્ગત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા પાંચ ઓગસ્ટ થી 11 ઓગસ્ટ દરમિયાન ગંદકી ફેલાવનાર આસામીઓને 4,800નો દંડ ફટ કરવામાં આવ્યો હતો.
- Advertisement -
આ ઉપરાંત આજરોજ મહાનગરપાલિકાના ડે. કમિશનર સંજય કુમાર સોનીએ શહેરમાં થયેલ સફાઈ કામગીરી પણ ઓચિંતી મુલાકાત લીધી હતી. જેમાં પંચાસર રોડ વાવડી રોડ પર આસ્વાદ પણ વિસ્તાર બજાર મેઇન રોડ સહિતના અલગ અલગ વિસ્તારોની મુલાકાત લીધી હતી. મનપા દ્વારા એજન્સીને આવેલી કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.