આતંકવાદના ઓપરેશનના નામે ધમકાવીને પૈસા પડાવ્યા, રાજુલા પોલીસ દ્વારા તપાસ શરૂ
ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
રાજુલા શહેરમાં સાયબર ફ્રોડનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે, જેમાં અજાણ્યા શખ્સે પોતાની ઓળખ પોલીસ અધિકારી તરીકે આપીને એક યુવકના બહેન પાસેથી ₹10,000 પડાવી લીધા છે. આ મામલે રાજુલા પોલીસ સ્ટેશનમાં જયભાઈ દિનેશભાઈ કાતરિયાએ ફરિયાદ નોંધાવી છે.
- Advertisement -
ફરિયાદ મુજબ, જયભાઈને પહેલગામ, કાશ્મીરથી એક અજાણ્યા વ્યક્તિએ ફોન કર્યો હતો, જેણે પોતાને પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ઓળખાવ્યો હતો.
આરોપીએ જયભાઈને જણાવ્યું હતું કે આતંકવાદીઓ વિરુદ્ધ ચાલી રહેલા ’મહાદેવ ઓપરેશન’માં તેમનો નંબર મળ્યો છે અને તેમનો આતંકવાદીઓ સાથે સંબંધ હોવાની શંકા છે. આ શંકા દૂર કરવા માટે ’નોન ઇનવોલ્વમેન્ટ’ પ્રમાણપત્ર કઢાવવું પડશે અને અધિકારી સાથે વીડિયો કોલ પર વાત કરવી પડશે તેમ જણાવ્યું હતું.
ત્યારબાદ, આરોપીએ જયભાઈના બહેન સાથે વીડિયો કોલ કરીને તેમને ગેરમાર્ગે દોર્યા હતા. તેણે ’આતંકવાદીઓનું કાળું ધન જમા થયા’ની વાત કરીને ધરપકડની ધમકી આપી ડરાવ્યા હતા.
આરોપીએ પૈસા પરત કરવાનો વિશ્વાસ આપીને ઞઙઈંઉ નંબર પર ગુગલ-પે દ્વારા ₹10,000 ટ્રાન્સફર કરાવી લીધા હતા. આ સમગ્ર મામલે રાજુલા પોલીસ દ્વારા ગુનો નોંધીને ટેકનિકલ ટીમની મદદથી આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.