ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.11
રાજકોટનાં જામનગર રોડ પર રૂ. 75 કરોડના ખર્ચે 602.90 મીટર લંબાઇ અને 16.40 મીટર પહોળાઇ ધરાવતા નવા ફોરલેન બ્રિજનું નિર્માણ થઇ રહ્યુ છે. હાલ 70 ટકા જેટલુ બ્રિજનું કામ પૂર્ણ પણ થઇ ગયુ છે. આજે સવારે પુલના સમારકામ દરમ્યાન એકાએક જેસીબી નીચે પડ્યું હતુ. જેમાં ડ્રાઇવરને સામાન્ય ઇજા પહોંચી હતી. જો કે બનાવના સ્થળ પર કોઇ લોકો હાજર ન હોય મોટી દુર્ઘટના ટળી હતી.
સાંઢીયા પુલના સમારકામ દરમિયાન JCB નીચે પડ્યું, ડ્રાઇવર ઇજાગ્રસ્ત
