જિલ્લા મહિલા અને બાળ અધિકારી દ્વારા વિવિધ યોજનાઓ અને સહાય અંગે માહિતી આપવામાં આવી
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
“નારી વંદન ઉત્સવ”2025 અંતર્ગત સમગ્ર રાજ્યમાં વિવિધ દિવસોની થીમ આધારીત ઉજવણી કરવામાં આવી રહી છે. જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, ગીર સોમનાથ દ્વારા તા.07/08/2025ના રોજ “મહિલા કલ્યાણ દિવસની” ઉજવણી પી.એમ.શ્રી મોડલ સ્કૂલ ગોરખમઢી ખાતે કરવામાં આવી હતી. જેમાં “બેટી બચાવો બેટી પઢાવો” અને વુમન એમ્પાવરમેંટ વિષય પર પોસ્ટર મેકીંગ, ચિત્ર સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા તેમજ નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ.