ત્રણ દિવસીય કાર્યક્રમમાં દેશ-વિદેશના અનુયાયીઓ જોડાશે
રાજકોટના ગાયકવાડી વિસ્તારમાં આવેલ સિંધિ સમાજના પવિત્ર દેવસ્થાન ગુરુ જો દર, સ્વર્ગધામ ખાતે પ.પૂ. ગુરુ અર્જુનદેવ મસંદ સાહેબની 45મી વાર્ષિક પુણ્યતિથિની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રણ દિવસીય શ્રદ્ધાપૂર્ણ કાર્યક્રમ આગામી 7 થી 9 ઓગસ્ટ દરમિયાન યોજાશે.
કાર્યક્રમની રૂપરેખા:
ગુરુ જો દરના ટ્રસ્ટી કૃપાલભાઈ કુંદનાણીએ કાર્યક્રમ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે:
7 ઓગસ્ટ, ગુરુવાર: સવારે 11 કલાકે અખંડ પાઠથી કાર્યક્રમનો શુભારંભ થશે. સાંજે 7:30 કલાકે આરતી અને રાત્રે 9:30 કલાકે મહાકીર્તન યોજાશે.
8 ઓગસ્ટ, શુક્રવાર: સવારે 11 વાગ્યે આસાદીવાદ અને શબ્દ કીર્તનનો કાર્યક્રમ યોજાશે. સાંજે 7:30 કલાકે આરતીસાહિબનો કાર્યક્રમ યોજાશે.
9 ઓગસ્ટ, શનિવાર: બપોરે 12 કલાકે અખંડ પાઠ સાહિબનો ભોગ અને પ્રસાદ ભોજન સાથે આ કાર્યક્રમની પૂર્ણાહુતિ થશે.
આ ત્રણ દિવસીય કાર્યક્રમમાં દેશ-વિદેશથી મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉપસ્થિત રહેશે. ગુરુ જો દર તરફથી આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે સૌ શ્રદ્ધાળુઓને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
રાજકોટમાં ગુરુ અર્જુનદેવ મસંદ સાહેબની 45મી વાર્ષિક પૂણ્યતિથિની ઉજવણી
