રશિયન ઓઇલની ખરીદી પર ટ્રમ્પની ધમકીનો ભારતે મક્કમતાથી જવાબ આપ્યો
ભારતે કહ્યું,‘અમે અમારા હિતોને ધ્યાનમાં રાખીને આયાત કરીએ છીએ’
- Advertisement -
‘અમેરિકા પણ પરમાણુ ઉદ્યોગ માટે યુરેનિયમ રશિયા પાસેથી ખરીદે છે’
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.5
રશિયન ઓઇલની ખરીદી કરવા બદલ અમેરિકન પ્રમુખ ટ્રમ્પે આપેલી ધમકીનો ભારતે મક્કમતાથી જવાબ આપતા જણાવ્યું હતું કે અમેરિકા અને યુરોપીયન યુનિયન ભારતને ખોટી રીતે લક્ષ્યાંક બનાવી રહ્યા છે. ભારતે જણાવ્યું હતું કે અમેરિકાએ પોતે જ તે સમયે ભારતને આ પ્રકારે રશિયામાંતી ઓઇલનો પુરવઠો વધારવા પ્રોત્સાહિત કર્યુ હતુ, જેથી વૈશ્વિક એનર્જી માર્કેટની સ્થિરતા જળવાઈ રહે.
હવે આ જ અમેરિકા અને યુરોપીયન સંઘ બંને સસ્તા ઓઇલનો એકબાજુએ લાભ પણ લે છે અને બીજી બાજુએ ભારતને આ જ સસ્તુ ઓઇલ આયાત કરવા માટે પ્રોત્સાહન આપ્યા પછી હવે ભારતને રશિયા પાસેથી ઓઇલ આયાત કરવાની બંધ કરે છે. જ્યારે ભારત આ આયાત પોતાના હિતોને ધ્યાનમાં રાખીને કરે છે. તેથી હવે જો અમેરિકા અને યુરોપીયન સંઘ ભારત પર રશિયા પાસેથી ઓઇલની આયાતના મુદ્દે ટેરિફ નાખશે તો તેનું નુકસાન ફક્ત ભારતને નહીં તેમને પણ થશે. તેની સાથે વૈશ્વિક એનર્જી સિક્યોરિટી પણ ભયમાં મૂકાશે.
- Advertisement -
ભારતે જણાવ્યું હતું કે અમેરિકા એકબાજુ અમને ધમકી આપે છે, પરંતુ તે પોતે રશિયા સાથે કારોબાર કરે છે. તેમા પરમાણુ ઉદ્યોગ માટે હેક્સાફ્લુરોઇડ, ઇવી ઉદ્યોગ માટે પેલેડિયમ, ખાતર અને રસાયણોનો સમાવેશ થાય છે. જ્યારે 2024માં તો યુરોપીયન યુનિયનનો રશિયા સાથેનો કારોબાર 67.5 અબજ ડોલરનો હતો, જે ભારતના રશિયા સાથેના તે સમયના કુલ કારોબાર કરતાં પણ વધુ હતો.
ભારતના નિવેદનના મહત્વપૂર્ણ મુદ્દા…
યુક્રેન સંઘર્ષ પછી, અમેરિકાએ વૈશ્વિક ઊર્જા બજારની સ્થિરતાને મજબૂત બનાવવા માટે રશિયા પાસેથી ભારતની તેલ આયાતને પ્રોત્સાહન આપ્યું.
ભારતની આયાતનો હેતુ ભારતીય ગ્રાહકોને સસ્તી ઉર્જા પૂરી પાડવાનો
જે દેશો ભારતની ટીકા કરી રહ્યા છે તેઓ પોતે રશિયા સાથે વેપાર કરી રહ્યા છે.ક્ષ 2024માં રશિયા સાથે ઊઞનો માલસામાનનો દ્વિપક્ષીય વેપાર 67.5 બિલિયન યુરો હતો. આ ભારતના રશિયા સાથેના કુલ વેપાર કરતા ઘણો વધારે છે.
યુરોપ-રશિયા વેપારમાં માત્ર ઊર્જા જ નહીં, પણ ખાતરો, ખાણકામ ઉત્પાદનો, રસાયણો, લોખંડ અને સ્ટીલ, મશીનરી અને પરિવહન સાધનોનો પણ સમાવેશ થાય છે.
જ્યાં સુધી અમેરિકાનો સવાલ છે, તે પોતે રશિયા યુરેનિયમ હેક્સાફ્લોરાઇડ, ઇલેક્ટ્રિક વાહન ઉદ્યોગ માટે પેલેડિયમ, ખાતરો અને રસાયણોની આયાત કરી રહ્યું છે.