કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીએ વિમાન ભાડાપટ્ટા ખર્ચમાં 8-10% ઘટાડાની શક્યતા વ્યક્ત કરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સંસદના ચોમાસુ સત્રમાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા દ્વારા કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી કિંજરાપુ રામમોહન નાયડુ ને ’વિમાન વસ્તુઓમાં હિતોનું રક્ષણ બિલ 2025’ અને જૂના રાજકોટ એરપોર્ટના ઉપયોગ અંગે તારાંકિત પ્રશ્ર્નો પૂછવામાં આવ્યા હતા. મંત્રીશ્રીએ આ પ્રશ્ર્નોના વિગતવાર જવાબો આપ્યા હતા.
- Advertisement -
‘વિમાન વસ્તુઓમાં હિતોનું રક્ષણ બિલ 2025’ પર પ્રશ્ર્નો અને જવાબો:
રામભાઈ મોકરીયાએ પૂછ્યું હતું કે આ બિલ રજૂ કરવા પાછળના ઉદ્દેશ્યો શું છે, તેનાથી ભારતીય એરલાઇન્સ માટે વિમાન ભાડાપટ્ટાના ખર્ચમાં કેટલો ઘટાડો થશે, દેશમાં ભાડાપટ્ટે લીધેલા વિમાનોની સંખ્યા કેટલી છે અને શું તેનાથી હવાઈ ટિકિટના ભાવ પર અસર પડશે કે કેમ.
મંત્રીશ્રીએ જવાબમાં જણાવ્યું કે:
બિલનો ઉદ્દેશ્ય: આ બિલ કેપટાઉનમાં હસ્તાક્ષરિત આંતરરાષ્ટ્રીય સંમેલનને અમલમાં મૂકવા માટે લાવવામાં આવ્યું છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના ઈઝઈ અનુપાલન સ્કોરમાં સુધારો કરવો, લીગલ સર્ટિફિકેશન પૂરું પાડવું, વ્યવસાય કરવામાં સરળતા સુધારવી અને ભારતીય વાહકો માટે આંતરરાષ્ટ્રીય ધિરાણ/ભાડાપટ્ટા બજારોને સરળ બનાવવાનો છે.
ખર્ચમાં ઘટાડો: આ કાયદાના અમલથી વિમાન ભાડાપટ્ટાના ખર્ચમાં 8% થી 10% નો ઘટાડો થવાની સંભાવના છે.
ભાડાપટ્ટે લીધેલા વિમાનો: ભારતમાં કુલ અંદાજિત 870 વિમાનો ભાડાપટ્ટે લીધેલા છે, જેમાંથી 750 શેડ્યુલ અને 120 બિન-શેડ્યુલ કામગીરીમાં કાર્યરત છે.
હવાઈ ટિકિટ પર અસર: કાફલામાં વધારો, નેટવર્કનું વિસ્તરણ અને ખર્ચમાં ઘટાડાને કારણે સ્વસ્થ સ્પર્ધાને પ્રોત્સાહન મળશે, જેના પરિણામે મુસાફરો અને કાર્ગો માટે હવાઈ ભાડા ઓછા થવાની અપેક્ષા છે.
જૂના રાજકોટ એરપોર્ટના ભવિષ્ય અંગે પૂરક પ્રશ્ર્નો:
આ ઉપરાંત, રામભાઈ મોકરીયાએ જૂના રાજકોટ એરપોર્ટના ઉપયોગ અંગે પણ પૂરક પ્રશ્ર્નો પૂછ્યા હતા.
રાજકોટમાં નવું હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ કાર્યરત થતાં બંધ પડેલા જૂના એરપોર્ટનો સરકાર શું ઉપયોગ કરવા માંગે છે? શું તેનો એર એમ્બ્યુલન્સ તરીકે ઉપયોગ થઈ શકે?
સૌરાષ્ટ્રમાં એકમાત્ર રાજકોટ ખાતે અઈંઈંખજ હોસ્પિટલ આવેલી છે. અઈંઈંખજના દર્દીઓને લઈ જવા માટે એર એમ્બ્યુલન્સ સુવિધા માટે આ એરપોર્ટનો ઉપયોગ કરવા સરકાર શું પગલાં લેશે?
રાજકોટ શહેરની મધ્યમાં આવેલા આ વિશાળ એરપોર્ટનો પાયલોટ ટ્રેનિંગ સેન્ટર અથવા એરક્રાફ્ટ રિપેરિંગ સેન્ટર તરીકે ઉપયોગ કરી સ્થાનિક લોકોને રોજગારી આપી શકાય છે, તો આ બાબતે સરકાર શું વિચારણા કરી રહી છે?
જૂનું રાજકોટ એરપોર્ટ ટટઈંઙ/ટઈંઙ મૂવમેન્ટ માટે પણ ઉપયોગી થઈ શકે છે, તો આ અંગે સરકારની શું વિચારણા છે?
આ પ્રશ્ર્નોના જવાબો હજુ આપવામાં આવ્યા નથી, પરંતુ આ રજૂઆતથી રાજકોટના જૂના એરપોર્ટના ભવિષ્ય અંગેની ચર્ચાઓ વધુ વેગ પકડે તેવી શક્યતા છે.



