ગૌ આધારિત ભારતનું પુનર્નિર્માણ કરવાની દિશામાં અનોખી પહેલ
61 દિવસમાં 20,000 કિલોમીટર અને 12થી વધુ રાજ્યમાં યાત્રા ફરશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગૌ રાષ્ટ્ર યાત્રા ઐતિહાસિક, આધ્યાત્મિક અને રાષ્ટ્રીય સ્તરની સંસ્કૃતિક યાત્રા છે, જેનો મુખ્ય ઉદ્દેશ ભારતની પ્રાચીન ગૌ સંસ્કૃતિને પુન ઉજાગર, ગૌ માતાનું રક્ષણ અને સંવર્ધન તેમજ પંચગવ્ય આધારિત ગ્રામિણ અર્થતંત્રને ફરી જીવંત બનાવવાનો છે. આ યાત્રાની શરૂઆત 15 જૂન 2025ના રોજ પવિત્ર ઋષિકેશ (ઉત્તરાખંડ)થી થઈ છે અને તે રામેશ્વરમ (તમિલનાડુ) ખાતે પૂર્ણ થશે. 61 દિવસની આ યાત્રા લગભગ 20,000 કિ.મી. લાંબી અને 12થી વધુ રાજ્યોમાંથી પસાર થઈ રહી છે. યાત્રા ગ્રામીણ સ્વાવલંબન, ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી, ગૌ આધારિત ઉદ્યોગો અને ગ્રામ્ય સ્વરાજની ભાવનાને ઉજાગર કરી રહી છે. ગૌ રાષ્ટ્ર યાત્રા હવે ગુજરાતના હૃદય સમા રાજકોટમાં પહોંચી છે. આ યાત્રા હવે એક ઐતિહાસિક આંદોલન બની ચૂકી છે, રાજકોટમાં પ્રવેશ કરતાં જ યાત્રાને જનતા, ગૌસેવકો, સંતો, ખેડૂતભાઈઓ અને ઉદ્યોગકારોનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.
ગૌ રાષ્ટ્ર યાત્રા ઉત્તરાખંડ,ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણા, પંજાબ, રાજસ્થાન, રાજ્યમાંથી પસાર ચુકી છે જે હાલ ગુજરાતમાં પ્રવેશી છે ગુજરાત પછી મહારાષ્ટ્ર, ગોવા, તમિલનાડુ, કર્ણાટક, કેરેલા રાજ્યોમાં પ્રવેશ કરશે. ગૌ રાષ્ટ્ર યાત્રા નું સફળ નેતૃત્વ ભારતસિંહ રાજપુરોહિત (પ્રમુખ, પશુ કલ્યાણ અને કૃષિ સંશોધન સંસ્થા – અઠઅછઈં), નરેન્દ્ર કુમાર, રોહિત બિષ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ અભિયાનમાં મુખ્ય સહયોગી હર્ષદભાઈ ગુગુલિયા (સ્થાપક, કામધેનુ ગૌવેદ) સહિતની ટીમ કરી છે. ગૌ રાષ્ટ્ર યાત્રા નું નેતૃત્વ કરતાં ભારતસિંહ રાજપુરોહિતએ ગૌ રાષ્ટ્ર યાત્રા વિશે જણાવતા કહ્યું કે 61 દિવસની ગૌ રાષ્ટ્ર યાત્રા આજના ભૌતિકવાદી યુગમાં આપણે જ્યારે આધુનિકતા તરફ દોડી રહ્યા છીએ, ગૌ રાષ્ટ્ર યાત્રા એ આ જાગૃતિ લાવવાનો એક મહત્ત્વકાંક્ષી પ્રયાસ છે. ગૌ રાષ્ટ્ર યાત્રા દરમિયાન દેશના વિવિધ સ્થાનો પર ગૌ શિબિરો, સેમિનાર, સંવાદ અને જનજાગૃતિ કાર્યક્રમો યોજાશે, જેમાં વૈજ્ઞાનિકો, ખેડૂતો, યોગાચાર્યો, પર્યાવરણવિદો અને ગુરૂજનોએ ભાગ લેવાનો નિર્ધાર કર્યો છે. યાત્રામાં ઉપસ્થિત રહેનાર શ્રદ્ધાળુઓ આહારશૈલી અને સ્વચ્છતાના સંદેશ સાથે સાથે ગૌ આધારિત જીવનશૈલીને જીવનમાં ઉતારવાનો સંકલ્પ લેશે. આ મહાયાત્રા દ્વારા સમગ્ર દેશમાં ગૌપ્રેમ, ગૌરક્ષા,ગૌ સંવર્ધન તેમજ પંચગવ્ય આધારિત ગ્રામિણ અર્થતંત્ર અને ગૌઆધારિત વિકાસ માટે એક નવો યુગ શરૂ થશે. વેદો, ઉપનિષદો, પુરાણો અને આધુનિક વૈજ્ઞાનિક સંશોધનોથી પણ આ પુરવાર થઈ ચૂક્યું છે કે ગૌમાતા મનુષ્ય માટે અમૂલ્ય ભેટ છે. ગૌમૂત્ર, ગોબર, દૂધ, દહીં અને ઘીથી બનેલું પંચગવ્ય અનેક પ્રકારના રોગો માટે અસરકારક ઉપચાર તરીકે માન્ય છે. તેથી ગોપંથની પરંપરા માત્ર ધાર્મિક નથી, પણ એ એક વૈજ્ઞાનિક સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરે છે. રાષ્ટ્રીય કામધેનુ આયોગ ના પૂર્વ અધ્યક્ષ, ૠઈઈઈં ના સ્થાપક ડો. વલ્લભભાઈ કથીરિયા એ જણાવ્યું કે ગૌમાતા ભારતની કૃષિ, આરોગ્ય, પર્યાવરણ અને અર્થવ્યવસ્થાનો આધાર સ્તંભ છે. જીસીસીઆઈ ના જનરલ સેક્રેટરી મિત્તલ ખેતાણીએ ગૌ રાષ્ટ્ર યાત્રા વિશે જણાવતા કહ્યું કે યાત્રાના દરેક સ્થળે ગૌ પૂજન, સંતોના પ્રવચનો, યુવાનો સાથે સંવાદ, ગૌ સંસ્કૃતિને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ ગ્રામિણ પ્રશ્ર્નોના હલ માટે લોકસંવાદ યોજાઈ રહ્યા છે. રાજકોટ ખાતે ગૌ રાષ્ટ્ર યાત્રાના સંકલન અંગે વિજયભાઈ ડોબરીયા, દિલીપભાઈ સખીયા, રમેશભાઈ ઘેટીયા, ગૌરાંગભાઈ ઠક્કર,પારસભાઈ મહેતા, વીરાભાઇ હુંબલ,રમેશભાઈ ઠક્કર, ધીરેન્દ્રભાઇ કાનાબાર, પ્રતિક સંઘાણી, ચંદ્રેશભાઇ પટેલ, વિનોદભાઈ કાછડીયા, હિરેન હાપલીયા, કાંતિભાઈ ભૂત, નવનીતભાઈ અગ્રવાલ, પ્રકાશભાઈ સોલંકી, કિશોરભાઈ વોરા, ભરતભાઈ ભુવા તેમજ અન્ય સામાજિક આગેવાનો અને ગૌ સેવકો નો સહયોગ મળી રહ્યો છે.